AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
PMUY માં મળશે મફત ગેસ સિલિન્ડર
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
PMUY માં મળશે મફત ગેસ સિલિન્ડર
🟩PM ઉજ્જવલા યોજના (PMUY યોજના) વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી છે. જેનું સંચાલન ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ યોજના દ્વારા દેશના ગરીબ પરિવારોની તમામ APL અને BPL કાર્ડ ધારક મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવશે. આજે પણ ગામડાઓ અને શહેરોની મહિલાઓ લાકડા અને કોલસાના ચૂલા પર ખોરાક રાંધે છે, જેનો ધુમાડો પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આવી સ્થિતિમાં બીમારીઓનો પણ ભય રહે છે. અરજી માટે ના દસ્તાવેજો 🟩આધાર કાર્ડ 🟩રેશન કાર્ડ 🟩બીપીએલ કાર્ડ 🟩ઉંમર પ્રમાણપત્ર 🟩બેંક એકાઉન્ટ પાસબુક 🟩મોબાઇલ નંબર 🟩પાસપોર્ટ સાઇઝનો ફોટો પાત્રતા 🟩માત્ર મહિલાઓ જ ઉજ્જવલા યોજના માટે અરજી કરવા પાત્ર છે. 🟩અરજદાર મહિલાઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. 🟩અરજદાર BPL પરિવારનો હોવો જોઈએ. 🟩જે મહિલાઓ પાસે પહેલાથી જ LPG કનેક્શન છે તેમને આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે નહીં. 🟩અરજી કરનાર મહિલા માટે બેંક ખાતું હોવું ફરજિયાત છે. ઑનલાઇન કેવી રીતે અરજી કરવી? 🟩સૌ પ્રથમ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સત્તાવાર https://www.pmuy.gov.in/ વેબસાઇટ પર જાઓ . 🟩આ વેબસાઈટના હોમ પેજ પર તમારે Apply for New Ujjawala 2.0 Connection પર ક્લિક કરવાનું રહેશે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
36
0
અન્ય લેખો