AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
PM કિસાન યોજના: રવિવારે 8.5 કરોડ ખેડુતોના ખાતા માં આવશે 2-2 હજાર રૂપિયા !
કૃષિ વાર્તાન્યૂઝ18
PM કિસાન યોજના: રવિવારે 8.5 કરોડ ખેડુતોના ખાતા માં આવશે 2-2 હજાર રૂપિયા !
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 1 લાખ કરોડ રૂપિયાની એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સુવિધા ની શરૂવાત કરશે. આ પ્રસંગે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છઠ્ઠા હપ્તાના 2000-2000 રૂપિયા પણ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. દેશના કુલ 8.5 કરોડ ખેડુતોને 17,000 કરોડ રૂપિયા મળશે. આ નાણાં 1 ઓગસ્ટથી મોકલવાના હતા, પરંતુ તેને સાથે મોકલવાની યોજના બનાવવામાં આવી હતી. ન્યુઝ 18 હિન્દીને સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રકમ ટ્રાન્સફર કરવા માટે શુક્રવારે મોડી રાત સુધી કૃષિ મંત્રાલયમાં મેરાથન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ કિસાન યોજનાના સીઈઓ વિવેક અગ્રવાલ પણ હાજર હતા. આપને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત દેશના 10 કરોડ, 31 લાખ, 71 હજાર ખેડુતોના બેંક ખાતામાં સહાય મોકલવામાં આવી છે. લગભગ 75,000 કરોડ રૂપિયાની સીધી સહાય આપવામાં આવી છે, જેથી નાના ખેડુતોને ખેતીમાં મદદ મળી શકે. આ યોજના અનૌપચારિક રીતે 1 ડિસેમ્બર 2018 ના રોજ શરૂ થઈ હતી. આ યોજના કોવિડ -19 મહામારી દરમિયાન ખેડૂતો માટે મોટા સમર્થન તરીકે ઉભરી આવી છે. લગભગ 20 હજાર કરોડ રૂપિયા લોકડાઉનમાં જ મોકલાયા હતા. ખેડૂત સંગઠનો તેની રકમ વધારવાની માંગ કરી રહ્યા છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ - કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 1 લાખ કરોડના એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના વ્યાજના અનુદાન અને નાણાકીય સહાય દ્વારા પાક લણણી પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને સમુદાય કૃષિ સંપત્તિ માટેના પ્રોજેક્ટ્સમાં રોકાણ માટે મધ્યમ અને લાંબા ગાળાની લોન ની સગવડ કરશે. સંદર્ભ : ન્યૂઝ 18, 08 ઓગસ્ટ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
103
7