AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
PM ફસલ બીમા યોજના: ખેડુતોએ છેલ્લી તારીખ પહેલા આ યોજનામાં નોંધાવો નામ, સંકટ સમય માં આવશે કામ !
કૃષિ વાર્તાપ્રધાનમંત્રી પાક વીમા યોજના
PM ફસલ બીમા યોજના: ખેડુતોએ છેલ્લી તારીખ પહેલા આ યોજનામાં નોંધાવો નામ, સંકટ સમય માં આવશે કામ !
નવી દિલ્હી: કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે શુક્રવારે અવિશ્વસનીય કુદરતી આફતોને કારણે ખરીફ પાકને થતા નુકસાનથી બચાવવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (પીએમએફબીવાય) ની છેલ્લી તારીખ પહેલા નોંધણી કરાવી લેવા જણાવ્યું છે. તોમરે જણાવ્યું હતું કે ખરીફ 2020 સીઝન માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોની નોંધણી દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે અને તેઓ વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા વિનંતી કરે છે. કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, વર્તમાન ખરીફ 2020 સીઝનની અંતિમ તારીખ 31 જુલાઈ 2020 છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ એવા તમામ ખેડુતો માટે નોંધણી મફત કરી છે જેને ફક્ત પ્રીમિયમ રકમ ચૂકવવાની જરૂર છે. કૃષિ પ્રધાને કહ્યું, “કોરોના મહામારી ના આ સમયગાળામાં પણ દેશના ખેડુતો તેમના ખેતરો માં પરસેવો પાડી રહ્યા છે. તેમની મહેનતને કારણે આજે દેશ અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર બની ગયો છે અને તે ચાલુ રહેશે. ભારત સરકાર દ્વારા વર્ષ 2016 માં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની શરૂઆત ખેડૂતોને કુદરતી આફતોને કારણે પાકના નુકસાનથી રાહત આપવા માટે કરી હતી. સરકારની વિકાસ નીતિ અને યોજનાના અમલીકરણને લીધે, સમય-સમય પર આ યોજનામાં પણ યોગ્ય ફેરફાર કરવામાં આવ્યાં હતાં. તેમણે વધુમાં કહ્યું કે, 'આ યોજનામાં પાક વીમો ખૂબ ઓછા પ્રીમિયમ પર ખેડૂતોને આપવામાં આવે છે. પ્રીમિયમનો બાકીનો ભાગ ભારત સરકાર પ્રદાન કરે છે અને રાજ્ય સરકારો પણ તેમાં ફાળો આપે છે. ખરીફ -2020 સીઝનથી આ યોજના ખેડુતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવી છે, પરંતુ હું તમામ ખેડૂત ભાઇઓને તેમની સુખાકારી, તેમના કલ્યાણ અને તેમના આજીવિકાના રક્ષણ માટે પાક વીમો મેળવવા વિનંતી કરું છું. આ સંકટ સમયગાળા દરમિયાન ખેડૂતો માટે વરદાન સાબિત થાય છે. લોકડાઉન દરમિયાન યોજના અંતર્ગત 8,090 કરોડ રૂપિયા થી વધુના દાવાની ચૂકવણી કરવામાં આવી છે. તોમરે કહ્યું, "છેલ્લા ત્રણ વર્ષમાં આ યોજનામાં 13,000 કરોડ રૂપિયાનું પ્રીમિયમ એકત્રિત થયું છે, પરંતુ જ્યારે કુદરતી આફતો આવી ત્યારે ખેડૂતોએ આશરે 64,000 કરોડ રૂપિયા વળતર તરીકે સાડા ચાર ગણા પ્રીમિયમ મેળવ્યા." તોમરે કહ્યું કે, પ્રીમિયમ શેરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ખરીફ પાક માટે 2 ટકા, રવી પાક માટે 1.5 ટકા અને વાણિજ્યિક અને બાગાયતી પાક માટે મહત્તમ 5 ટકા છે. સંદર્ભ : જાગરણ, 18 જુલાઈ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
91
6
અન્ય લેખો