કૃષિ વાર્તાTech Khedut
PM કિસાન યોજનાનો આઠમો હપ્તો ક્યારે આવશે અને મળશે કે નહીં, ચેક કરો સ્ટેટસ !
👉 સરકાર દગાખોરી રોકવા માટે ખેડૂતોને સીધો હપ્તો આપી રહી છે. એવામાં તમારા માટે જાણવું જરૂરી છે કે આ મહિને આવનારો હપ્તો તમને મળશે કે નહીં. આ જાણવા માટે તમારે તમારું સ્ટેટસ ચેક કરવાનું જરૂરી રહે છે. જો તમારો હપ્તો રોકાયો છે તો તેનું કારણ શું છે. અથવા કયા કારણોથી તમને હપ્તો મળી રહ્યો નથી. તેને માટે તમે આવનારો હપ્તો ક્યારે મેળવી શકો છો વગેરે તમામ સવાલોને માટે તમારે ઓનલાઈન જાણકારી મેળવવાની રહે છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર આ યોજનામાં અત્યાર સુધી 2000 રૂપિયાના કુલ 7 હપ્તા આપી ચૂકી છે અને આઠમો હપ્તો આવનારો છે. આ યોજનામાં રજિસ્ટર્ડ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા 3 હપ્તામાં આપવામાં આવે છે. આ રીતે ચેક કરી લો તમારું ખાતુ 👉સૌ પહેલા તો તમે પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ. 👉 અહીં તમને જમણી બાજુએ 'Farmers Corner' નો વિકલ્પ મળશે. 👉 અહીં ‘Beneficiary Status'ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં નવું પેજ ખુલશે. 👉 નવા પેજ પર જાઓ અને સાથે બેંક ખાતા સંખ્યા, મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો. આ 3 નંબરોની મદદથી તમે તેને ચેક કરી શકો છો કે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવ્યા કે નહીં. 👉 તમે જે વિકલ્પને પસંદ કર્યો છે તેનો નંબર ભરો અને પછી 'Get Data' પર ક્લિક કરો. 👉 અહીં ક્લિક કર્યા બાદ તમે દરેક ટ્રાન્ઝેક્શનની જાણકારી મેળવી શકો છો. કયો હપ્તો ક્યારે તમારા ખાતામાં આવશે અને કઈ બેંકના એકાઉન્ટમાં ક્રેડિટ થયો છે તે પણ જાણી શકશો. 👉 આઠમા હપ્તાની જાણકારી પણ તમને અહીં મળી જશે. 👉 જો તમે 'FTO is generated and Payment confirmation is pending’ લખેલું જોઈ રહ્યા છો તો તેનો અર્થ એ છે કે ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલી રહી છે. થોડા દિવસમાં તમે રૂપિયા મેળવી શકશો. જાણો ક્યારે આવશે આઠમો હપ્તો 👉 આ યોજનાના આધારે દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000 રૂપિયાના 3 ભાગમાં તેમના ખાતામાં આપે છે. પહેલો હપ્તો 31 જુલાઈ, બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો બપ્તો 31 માર્ચની વચ્ચે આવે છે. હોળી પહેલા આ વર્ષની શરૂઆતમાં પહેલી અને યોજના શરૂ થયા બાદના આઠમા હપ્તાને લઈને આવવાની આશા નથી. પીએમ કિસાન સમ્માન નિધિની સ્કીમ મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019થી શરૂ કરી અને તે 1 ડિસેમ્બર 2018થી લાગૂ કરાઈ હતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Teach Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
3
સંબંધિત લેખ