કૃષિ વાર્તાવ્યાપાર સમાચાર
PM આવાસ યોજના માં વધુ એક વર્ષ ચાલુ રહેશે સબસિડી..!
👉લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના હેટળ ક્રેડિટ લિંક્ડ સબસિટી સ્કીમ ની મુદ્દત હજી એક વર્ષ લંબાવવા જઇ રહી છે. જેની જાહેરાત ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટમાં થઇ શકે છે. હાલ આ યોજના 31 માર્ચ , 2021 સુધી છે. સામાન્ય બજેટમાં તેની મુદ્દત 31 માર્ચ, 2020 સુધી વધારવામાં આવી શકે છે. 👉ઉલ્લેખનીય છે કે, જેની વાર્ષિક આવક 6 લાખથી 18 લાખ રૂપિયાની વચ્ચે હોય એ વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના હેઠળ પ્રથમવાર મકાન ખરીદનારને હોમ લોન પર વ્યાજ સબસિટી મળે છે. આ સબસિડી મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની હોય છે. સુત્રોના મતે બજેટની તૈયારીને લઇને યોજાયલ બેઠકમાં આ મુદ્દે સર્વસંમતિ બની ગઇ છે. જેમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખી આ સબસિડી ચાલુ રાખવી જોઇએ જેથી ઓછી આવક ધરાવતા લોકોની સાથે-સાથે રિયલ્ટી સેક્ટરને પણ ફાયદો થશે. અફોર્ડેબલ મકાનોના વેચાણમાં પણ ઝડપી વૃદ્ધિ ચાલુ રહેશે. 👉રાષ્ટ્રીય રીઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રવિણ જૈન કહે છે કે, જો સરકાર યોજનાનો સમયગાળો વધારશે તો તેનો ફાયદો ચોક્કસપણે દરેકને થશે. જેમની વાર્ષિક આવક 18 લાખ કે તેથી ઓછી છે, તેઓને પણ આવતા વર્ષે મકાનો ખરીદવાની તક મળશે. તે સાચું છે કે કોવિડ કટોકટી અને લોકડાઉનને કારણે આ આવક જૂથના ઘણા લોકો અફોર્ડેબલ હાઉસ ખરીદી શક્યા નથી. આવી સ્થિતિમાં, અર્થવ્યવસ્થામાં સુધારા સાથે તેઓને મકાનો ખરીદવાની તક મળશે. 👉ભૂતપૂર્વ બેંકર એસ.કે. લોઢા અનુસાર, જો કોઈની વાર્ષિક આવક 18 લાખ રૂપિયા છે. તેણે આ યોજના હેઠળ 20 વર્ષ માટે 8.5% વ્યાજ દરે 12 લાખ રૂપિયાની લોન લીધી છે, ત્યારબાદ તેની ઇએમઆઈ રૂપિયા 10414 થઈ જાય છે. 20 વર્ષ માટે ચૂકવવામાં આવેલા કુલ વ્યાજ પર નેટ પ્રેજેન્ટ વેલ્યૂના આધારે, 3 ટકાની સબસિડી 2.30 લાખ રૂપિયા છે. તેના વ્યાજમાં આટલો કાપ આવશે. સંદર્ભ : વ્યાપાર સમાચાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
43
4
અન્ય લેખો