ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીખેતી બધાં માટે
ભાગ-2 સડેલી માછલીનો કચરો (ગુનાપસેલમ)
સડેલી માછલીના કચરાની તૈયારી • 1 કિલોગ્રામ માછલી, • 1 કિલોગ્રામ ગોળ • 1 કિલો માછલીના કચરા માટે 11/2 કિલોગ્રામ ગોળ ઉમેરો. • સડવાની તૈયારીની ખરાબ ગંધ પ્રથમ ચાર દિવસ દરમિયાન માખી ને ખુબ આકર્ષિત કરી શકે છે. તેથી માંખીના પ્રવેશ ને રોકવા માટે પાત્રના મોઢાને જુટ અથવા સુતરાઉ કાપડના ટુકડા વડે બાંધો અને પાત્ર ને ઘરમાંથી અને પ્રાણીઓથી દૂર મુકો. • દિવસમાં એકવાર દર પાંચમાં દિવસે અને આગામી 20 થી 30 દિવસમાં મિશ્રણને હલાવવું પડશે. • તમે જોશો કે આ સમય દરમિયાન ગંધ ખરાબ માંથી મીઠી કેવી રીતે બદલાઇ જાય છે. • સોલ્યુશનમાં દસમાં દિવસે આથો આવી જશે, પરંન્તુ તમે તેને 15 થી 20 દિવસ સુધી રાખી શકો છો.તમે ગંધ દ્વારા નક્કી કરી શકો છો: જયારે ગંધ અદૂશ્ય થઈ જાય ત્યારે સોલ્યુશન વાપરવા માટે તૈયાર છે! • સોલ્યુશનને સ્ટ્રેનર થી ગાળીને નિતારી લેવું અને ગાળ્યા પછી તે મધ ના જેવું લાગે છે. • ગાળેલા સોલ્યુશનને એક ગ્લાસના જારમાં અથવા અન્ય ઢાંકેલા પાત્રમાં રાખો અને તેને બરાબર બંધ કરો. • આ સોલ્યુશન 6 મહિના માટે સારી સ્થિતિમાં રહેશે. • જો તમે તાજી મછલીનો ઉપયોગ 1 જ વખતમાં કરો છો, તો સોલ્યુશન તૈયાર કરવા માટે તેને બીજા અથવા ત્રીજા વખતે ઉપયોગ કરી શકો છો, પરંન્તુ મછલીના કચરાને ફક્ત એક વખત જ ઉપયોગમાં લઈ શકાય છે. બાકીની માછલીમાં તમારે સરખા પ્રમાણમાં ગોળ ઉમેરવાનો રહેશે અને તેને આથા માટે 15 થી 20 દિવસ સુધી રાખો.
લાભો: ગુનાપાસેલમ વનસ્પતિયો માટે અત્યંત સારૂ ટોનિક છે. તે છોડના વિકાસમાં મદદ કરે છે જે નાઇટ્રોજન(8%-10%છોડની જારૂર પ્રમાણે) આપે છે. તે એમિનો એસિડ , માઇકોબ્સ, માઇક્રો અને મેક્રો પોષક તત્વોનો સમૂદ્ધ સ્ત્રોત છે જે જમીનની ફ્ળદ્રુપતા વધારવામાં પણ મદદ કરે છે. તે કુદરતી વિકાસ પ્રમોટર્સ અને જંતુનાશક બંને તરીકે અસરકારક સાબિત થયું છે. સ્ત્રોત: શ્રેષ્ઠતાનાં એગ્રોસ્ટાર કૂષિ કેન્દ્ર જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
262
0
સંબંધિત લેખ