ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
એપ્રિલ ૨૦૨૦ સુધી જૈવિક ઉત્પાદનો પ્રમાણીકરણ કર્યા વિના વહેંચી શકાશે.
નવી દિલ્હી : ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તાધિકાર (એફએસએસ એઆઇ)) ની નવી રિપોર્ટ મુજબ એપ્રિલ ૨૦૨૦ સુધી, નાના જૈવિક/ ઓર્ગનિક ઉત્પાદકો જેનું વાર્ષિક ટર્નઓવેર ૧૨ લાખથી ઓછુ છે, તેઓ વિના પ્રમાણીકરણના હવે સીધા ગ્રાહકોને પોતાનો જૈવિક/ઓર્ગેનીક ઉત્પાદનો વહેંચી શકશે. પરંતુ તે પોતાના ઉત્પાદન પર " જૈવિક ભારતીય લોગો" નહિ લગાવી શકે. તેનો ફાયદો ૫૦ લાખ સુધીનો વાર્ષિક ટર્નઓવર કરનારા ને પણ મળશે. જ્યારે જૈવિક ઉત્પાદકની છૂટક વેચાણ કરનાર સંસ્થાઓ માટે પ્રમાણીકરણના
નિયમોનું પાલન કરવું પડશે. ૨૦૧૭ ના નિયમો અનુસાર જૈવિક પ્રોડકટ વેંચાણ માટે રાષ્ટ્રીય પ્રોગ્રામ ફોર ઓર્ગેનીક પ્રોડક્શન (એનપીઓપી) અથવા પાર્ટીસિપેટરી ગેરંટી સિસ્ટમ (પીજીએસ) થી પ્રમાણિત કરવું જરૂરી છે. જૈવિક પેદાશોના વેચાણ માટે આ નિયમોમાં છુટકારો મળવાથી જૈવિક / ઓર્ગેનીક ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે તેમજ નાના તેમજ સીમાંત ખેડૂતો માટે જૈવિક ખેતી તરફ પ્રેરણા મળશે. તેમ છતાં, રાજ્યના ખાદ્ય સુરક્ષા અધિકારીઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ ખાત્રી કરે કે જૈવિક ઉત્પાદક નિયમો મુજબ, દૂષિત અને જંતુનાશક અવશેષોની સીમાને અનુસરે અને તેમનો કોઈ દુરુપયોગ ના કરે. સંદર્ભ: કૃષિ જાગરણ ૨૧ મે ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
22
0
સંબંધિત લેખ