ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાપુઢારી
ત્રણ કિલોની એક કેરીની કિંમત ૫૦૦ રૂપિયા !
ફળનો રાજા કેરી આલ્ફાન્સો (હાપુસ) ને મધ્ય પ્રદેશની એક કેરી ટક્કર આપી રહી છે.તેની એક કેરી લગભગ ત્રણ કિલોના થાય છે અને એની કિંમત છે ૫૦૦ રૂપિયા.આ કેરી છે અફગાનિસ્તાન મૂળ જાતની નૂરજહાં. નૂરજહાંની માંગ એટલી વધારે છે કે ઝાડ પર લગતા જ શોખીનો તેનું બુકીંગ કરી લે છે.
આ પ્રજાતિના ગણ્યા-ગાંઠ્યા ઝાડ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા વિસ્તારમાં જોવા મળે છે. ઝાડ પર જાન્યુઆરીથી બોર આવવાનું શરુ થઈ જાય છે,જયારે ફળ જૂનના અંત સુધી પાકીને તૈયાર થઈ જાય છે. આ સમયે તેના એક ફળનું સરેરાશ વજન ૨.૫ કિલોગ્રામ આસપાસ રહેવાનું અનુમાન છે. તેમ છતાં, આ વાત આશ્ચર્યજનક છે કે કોઈ સમયમાં નૂરજહાંના ફળનું સરેરાશ વજન ૩.૫ થી ૩.૭૫ કિલોગ્રામ હતું. જાણકારો મુજબ, છેલ્લા એક દાયકા દરમિયાન વરસાદમાં વિલંબ, અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ અને હવામાનમાં ઉતાર-ચડાવના કારણે નૂરજહાંનાં ફળનું વજન સતત ઘટતું રહ્યું છે. સ્રોત - પુઢારી, ૨૧ મે, ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
97
0
સંબંધિત લેખ