AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવે ઓનલાઈન થશે ખાતરનું વેચાણ
કૃષિ વાર્તાએગ્રોવન
હવે ઓનલાઈન થશે ખાતરનું વેચાણ
પુણે કેન્દ્ર સરકારે ખાતરોના વેચાણને વેગ આપવા તેના ઈ-માર્કેટિંગને મંજૂરી આપવાની શરૂઆત કરી દીધી છે. ઓનલાઈન ખાતરના વેચાણ માટે દેશના ખાતર નિયંત્રણ કાયદાની પણ સમીક્ષા કરવામાં આવશે. આ માટે, ખાતરોની ઇ-માર્કેટિંગ નીતિ નક્કી કરવા માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા નિમાયેલી સમિતિમાં ખાતર મંત્રાલયના અધ્યક્ષ, ફર્ટિલાઇઝર એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશનનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કહ્યું છે કે, "આ સમિતિ દેશની ખાતર વેચાણ પ્રણાલીને ઇ-માર્કેટિંગમાં કેવી રીતે લાવવી તે દિશામાં કામ કરશે. ખાતર નિયંત્રણ ઓર્ડરમાં શું ફેરફાર કરી શકાય તે સલાહ પણ આપશે." ખાતર વેચવાની સિસ્ટમનો સીધો પ્રભાવ ખેડૂતોની કૃષિ યોજનાઓને પડે છે. વેચાણ પ્રથાઓમાં ખામી, સમયસર ખાતરની ઉપલબ્ધતા ઓછી થવી અને વર્ષ-દર વર્ષે વેચાણ વ્યવસ્થામાં કોઈ સુધારો ન થવાના કારણે ખેડુતોને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. ઇ-માર્કેટિંગ ખાતરની ઉપલબ્ધતા અને વેચાણ પ્રણાલીમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવશે. સંદર્ભ - એગ્રોવન, 3 સપ્ટેમ્બર 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
99
0