ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
વધુ ઉપજ આપતી ડાંગરની નવી વેરાયટી !
ભારતીય કૃષિવિષયક સંશોધન પરિષદ (ICAR) એ ડાંગરની નવી જાતો વિકસાવી છે. આ જાતો ઊપજમાં વધારો કરી અને ખેડૂતોને મહત્તમ લાભ અપાવે તેવી અપેક્ષા છે. CSR-46 ડાંગરની આ જાત 130 થી 135 દિવસમાં તૈયાર થાય છે. 100 થી 105 દિવસમાં કંટી આવવાની શરૂઆત થાય છે. છોડની લંબાઇ 115 સે.મી. હોય છે. NDRK 50035 કરતાં 36% વધારે ઉત્પાદન આપે છે.હેક્ટર દીઠ 65 ક્વિન્ટલ જેટલી ઊપજ મેળવી શકાય છે. બંજર જમીનમાં પણ 40 ક્વિન્ટલ ઊપજ મેળવી શકાય છે. CSR-56 આ જાત 120 થી 125 દિવસમાં તૈયાર થાય છે. 90 થી 95 દિવસમાં કંટી આવે છે અને છોડની ઊંચાઇ 100 સે.મી. સુધીની હોય છે. વિવિધ પ્રકારની જમીનમાં એકર દીઠ 70 ક્વિન્ટલ ઉત્પાદન મેળવી શકાય. પરંતુ એસિડિક જમીનમાં 43 ક્વિન્ટલ ઊપજ મળી શકે. CSR-36 સામાન્ય રીતે તે 125 થી 130 દિવસમાં તૈયાર થાય છે. તે એસિડિક જમીન પ્રત્યે સહિષ્ણુતા ધરાવે છે. તે BPT, 2204 અને જયા કરતા અનુક્રમે 9%, 53%, અને 43% વધુ ઊપજ ધરાવે છે, જે લગભગ એકરદીઠ 70 ક્વિન્ટલ જેટલું વધુ હોય છે.
આ ત્રણ જાતો પાનનો કરમોડી, ડૂંડાનો કરમોડી, આવરણનો સૂકારો, પર્ણછેદનો કોહવારો, ડાંગરનો સૂકારો જેવા રોગ સામે સહનશીલ છે. રોગ પ્રતિકારક સાથે સાથે તે પાન વાળનાર ઇયળ અને સફેદ-ભૂરા કાંસિયાં જેવાં કીટકો સામે પણ સહનશીલ છે. ICARએ ઉત્તર ભારતના મેદાનોમાં ડાંગરની આ ત્રણ જાતોના વિકાસની ભલામણ કરેલ છે. સ્ત્રોત – કૃષિ જાગરણ, 09 ફેબ્રુઆરી 2019
151
0
સંબંધિત લેખ