AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનમાં નવી ટેકનોલોજીથી ખેડૂતોની આવકમાં થશે વધારો \
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
પશુપાલનમાં નવી ટેકનોલોજીથી ખેડૂતોની આવકમાં થશે વધારો \
નવી દિલ્હી, સરકાર પશુપાલનમાં નવી ટેકનોલોજીથી ખેડૂતોની આવક વધારવા પર ભાર મુકશે. પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી ગિરિરાજ સિંહ અને રાજ્ય મંત્રી સંજીવ બાલિયાન એ જણાવ્યું હતું કે, ગુજરાતના આણંદ જિલ્લાના ઝકરિયા ગામમાં 368 ખેડૂત પશુપાલનનું કામ કરે છે, જેઓ અમૂલને પોતાનું દૂધ વેચે છે.
જે ખેડૂતો માંથી 70% એવા છે જેની પાસે એક એકરથી ઓછી જમીન છે. આ ખેડુતોના પશુઓના ગોબરને બાયોગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે છે. જે તૈયાર ગેસ ઘરોમાં પૂરો પાડવામાં આવે છે અને બાયોગેસમાંથી જે બાયો સ્લરી નીકળે છે તેને બે પ્રતિ કિલોગ્રામના દરે વેચાય છે. આ પ્લાન્ટમાં દૈનિક ધોરણે 22 ટન બાયો સ્લરી નીકળે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા પશુપાલનમાં નવી ટેકનોલોજી પર ભાર આપી રહી છે. સરકાર દેશી જાતિના પશુઓના સંરક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે, 28 મિલિયન પશુઓને ટેગ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, શૂન્ય બજેટ ખેતીને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાતના આણંદ જિલ્લામાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને સફળતાના આધારે તેને સમગ્ર રાજ્યમાં અને ત્યારબાદ દેશભરમાં શરૂ કરવામાં આવશે. રાજ્ય મંત્રી સંજીવ બાલ્યાન એ કહ્યું કે, આ વિસ્તારમાં રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) ની જરૂર છે. સંદર્ભ- આઉટલુક એગ્રિકલ્ચર, 4 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
91
0