AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેતીમાં ખાતરનો ઉપયોગ સંતુલિત રીતે કરવાની જરૂર - કૃષિ મંત્રી
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ખેતીમાં ખાતરનો ઉપયોગ સંતુલિત રીતે કરવાની જરૂર - કૃષિ મંત્રી
નવી દિલ્હી: દેશની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો હાલના 14 ટકાથી વધારીને 50 ટકા કરવાની જરૂર છે, આ માટે_x000D_ સંતુલિત રીતે ખેતીમાં ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે_x000D_ જમીનની તંદુરસ્તી અને ખાતરનો યોગ્ય જથ્થો ઉપયોગ પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે._x000D_ ખેડુતોને ખાતરના ઉપયોગની જાગૃતિ માટે દિલ્હીમાં આયોજીત સંમેલનમાં તેમણે જણાવ્યું હતું કે ખરીફ તેમજ રવી_x000D_ પાકના ઉત્પાદન અને ઉત્પાદકતા માટે ખાતરનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઇએ, સાથે જમીનની સ્થિતિ પ્રમાણે_x000D_ ખાતર નાખવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ખાતરોના સંતુલિત ઉપયોગથી ખેડુતોની આવકમાં પણ વધારો થશે._x000D_ તેમણે જણાવ્યું હતું કે ખાતરોનો વધારે ઉપયોગ કરવાથી ખેતરના સુક્ષ્મ પોષકતત્ત્વોને નુકસાન થાય છે. માટીના_x000D_ આરોગ્યને સુધારવા માટે સુક્ષ્મ પોષકતત્ત્વોની વધુ જરૂરિયાત છે. કૃષિ મંત્રીએ ખેડુતોને પાકના અવશેષોને બાળી ન_x000D_ નાખવા વિનંતી કરી, કારણ કે તેનાથી ખેતરના પોષક તત્વોને નુકસાન પહોંચાડે છે, તેમજ વાયુ પ્રદૂષણ ફેલાવે છે._x000D_ _x000D_ સંદર્ભ - આઉટલુક એગ્રિકલ્ચર, 22 ઓક્ટોબર 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
93
0