AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાટાના થડ કાપી ખાનાર ઈયળનુ નુકસાન અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાટાના થડ કાપી ખાનાર ઈયળનુ નુકસાન અને નિયંત્રણ
ઈયળને અડકવાથી ગૂંચળું વળી જવાની ટેવ ધરાવે છે. ઈયળો દિવસ દરમ્‍યાન છોડના થડની નજીક જમીનમાં સંતાઈ રહે છે. રાત્રે નાના છોડના થડને જમીનની નજીકથી કાપી નાખી કુમળા પાન અને કૂંપળો ખાય છે. પાકની પાછલી અવસ્‍થામાં ઈયળ બટાટાના કંદને કોરી અંદરનો ગર્ભ કોરી ખાય છે તેથી ઉત્પાદનની સાથે સાથે ગુણવત્તાને ૫ણ અસર કરે છે.
સંકલિત વ્યવસ્થાપન o ઈયળો રાત્રે નુકસાન કરતી હોવાથી દિવસ દરમ્‍યાન ખેતરમાં કચરા કે ઘાસની નીચે સંતાઈ રહેતી હોય છે. આથી સાંજના સમયે ખેતરમાં ઘાસની નાની ઢગલીઓ કરવી. આવી ઘાસની ઢગલીઓ નીચેથી ઈયળો વીણી લઈ સવારે ભેગી કરીને નાશ કરવો. સમયાંતરે આ ૫ઘ્‍ધતિ ચાલુ રાખવી. o ઉ૫દ્રવવાળા ખેતરમાં પિયત આ૫વું જેથી જમીનમાં સંતાયેલી ઈયળો બહાર નીકળી આવે અને પક્ષીઓ દ્રારા તેનું ભક્ષણ થઈ શકે. o બટાટા વાવતાં ૫હેલાં ઉંડી ખેડ કરવી. o બટાટા ૫છી શાકભાજીના પાકો ન વાવતાં બાજરી, દિવેલા, કપાસ વગેરે પાક લેવા જોઈએ. o ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨ લિટર દવા ૧૦૦૦ લિટર પ્રતિ હેક્ટર પાણીમાં ઓગાળેલ દ્રાવણ છોડ ઉપર અને ચાસમાં સાંજના સમયે દરેડવું. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
370
2