AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
MSP હંમેશા રહેશે : તોમર
કૃષિ વાર્તાકૃષક જગત
MSP હંમેશા રહેશે : તોમર
નવી દિલ્હી : કેન્દ્રીય કૃષિ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહ તોમર વિવિધ માધ્યમો દ્વારા આ શંકાઓનું સમાધાન આપી રહ્યા છે. શ્રી તોમર ખેડૂતોને બિલ કાળજીપૂર્વક વાંચવા અપીલ કરી રહ્યા છે. વટહુકમોમાં જણાવેલ કાયદો ખેડુતો માટે ફાયદાકારક છે, જેમાં તેઓ કોઈક રીતે નિવારણ માટે વાટાઘાટો માટે તૈયાર છે. આ બીલો શા માટે જરૂરી હતા? જવાબ - દેશના કોઈ પણ ઉત્પાદકને પોતાનું ઉત્પાદન કોઈપણ જગ્યાએ વેચવાની સ્વતંત્રતા છે. પરંતુ કૃષિ એ એક એવું ક્ષેત્ર છે જ્યાં ખેડૂતોને તેમની ઉપજ ખરીદનાર નક્કી કરવાનો અધિકાર નથી. ખેડુતોએ તેમની પેદાશો માર્કેટમાં જ વહેંચવી પડતી હતી. ઘણા કૃષિ સંગઠનો અને વિદ્વાનોએ માંગ કરી હતી કે ખેડૂતોને તેમની પેદાશો વેચવાની સ્વતંત્રતા મળવી જોઈએ. મંડી અને ખુલ્લું બજાર કેમ બે વિકલ્પો કેમ છે? જવાબ - વધુ વિકલ્પો ખુલશે, તેમ સ્પર્ધા વધશે. જેનાથી ખેડૂતને બજાર ના બંધનમાંથી મુક્ત થશે. શું મંડી માર્કેટ આપમેળે જ સમાપ્ત થઇ જશે? જવાબ: આ બિલ ખેડૂતને બજારની બહાર પેદાશો વેચવાની સ્વતંત્રતા આપે છે. રાજ્યોમાં મંડી વેરાની ખોટ કેવી રીતે ભરપાઈ કરવામાં આવશે? જવાબ - રાજ્યની મંડીઓમાં આવક વધારવાના હેતુ થી પ્રતિસ્પર્ધા અને સુવિધાજનક માળખાગત ઉભું થશે તો પછી મંડળોની આવક જળવાઈ રહેશે. ખેડુતોને કોર્ટમાં જવાનો વિકલ્પ કેમ નથી અપાયો? જવાબ- અદાલતોમાં ખેડુતોનો લાંબો સમય લઈ શકે છે. આ જ કારણોસર, વિવાદિત કેસો એસડીએમ પાસે જશે અને એસડીએમ 30 દિવસની અંદર વિવાદનો સમાધાન કરવા માટે બંધાયેલા છે. જો ચુકાદો ખેડૂત વિરુદ્ધ ચાલે છે, તો ખેડૂતને કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલા પૈસા જ પાછા આપવાના રહેશે, જ્યારે જો કોન્ટ્રાક્ટર દોષી સાબિત થશે તો તેણે કરારના પૈસા સાથે 150% નાણાં ચૂકવવા પડશે. ખેડુતો નવા વેપારી ઉપર વિશ્વાસ કેવી રીતે રાખી શકે? જવાબ: ખેડૂત જે નવા વેપારી છે તેના પર સીધો વિશ્વાસ ન કરે તે સ્વાભાવિક છે. ખેડુ તેના પાક ઉત્પાદન તેની મરજી થી વહેંચી શકશે. ખેડૂત સમજદાર છે અને આનાથી જરૂર ફાયદો થશે.
સંદર્ભ : કૃષક જગત. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
33
2
અન્ય લેખો