AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નારંગીમાં મ્રિગબહાર લેવાના પગલા
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નારંગીમાં મ્રિગબહાર લેવાના પગલા
1. જો તમે નારંગીના છોડના વાવેતરની તૈયારી કરતા હોય તો જમીન સારી નીતાર વારી તમજ જેમાં ૧૦% થી ઓછા ચુનાનો પથ્થર હોય તેવી પસંદ કરવી. 2. જો જનીન મીડીયમ ગોરાડું ટાઇપ હોય તો પાણીની ખેચ ૫૦ દિવસ અને જો હળવી જમીન હોય તો પાણીની ખેચ ૩૦ દિવસ સુધી આપવી. 3. નારંગીના પાકમાં ખાતરનું મેનેજમેન્ટ ખુબ જ મહત્વનું છે, જેમાં ૩૦ થી ૩૫ કિલો છાણીયું ખાતર છોડ દીઠ આપવું. રાસાયણિક ખાતરમાં નાઈટ્રોજન ૫૦૦ ગ્રામ, ૩૦૦ ગ્રામ ફોસફરસ,૩૦૦ ગ્રામ પોટાશ ૫ કિલો લીમડાના ખોળ અને ૧૫૦ ગ્રામ ઝીંક સલ્ફેટ છોડ દીઠ આપવું.
4. સારા ફૂલો લાવવા જુન –જુલાઈ માં ફળની વાડીમાં ભેજ પુરતી માત્રામાં હોવો જોઈએ, તેમજ જો ડ્રીપ દ્વારા આ સમય માં ભેજ આપવામાં આવે તો તે ઘણો ફાયદા કારક છે. 5. નારંગીના છોડમાં વાનસ્પતિક ગ્રોથ અટકાવવા માટે હોર્મોન્સ નો છંટકાવ કરવો અગત્યનો છે. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
124
3