સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમની ખેતી કરીને વધુ નફો મેળવો!
• દાડમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધારે છે. જેના દ્વારા ખેડૂત ભાઈઓ તેની ખેતી કરીને વધુ નફો મેળવી શકે છે._x000D_
• દાડમની રોપણી માટે યોગ્ય સમય ફેબ્રુઆરી-માર્ચ અને જુલાઈ-ઓગસ્ટ છે._x000D_
• દાડમની રોપણી માટે એક મહિના અગાઉથી ખાડા તૈયાર કરવામાં આવે છે._x000D_
• એપ્રિલથી મે એ ખાડાઓ તૈયાર કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે._x000D_
• ખાડા ની લંબાઈ*પહોળાઈ* ઉંડાઈ 75*75*75 સે.મી. ના હોવા જોઈએ._x000D_
• તૈયારી કર્યા પછી એકથી બે મહિના સુધી ખાડો ખુલ્લો રાખો, જેથી જમીનમાં હાજર ફૂગ અને જીવાતોનો નાશ થાય._x000D_
• જૂનના પહેલા અઠવાડિયામાં, ખાડાઓ ભરતી વખતે માટીની સારવાર કરો. કાર્બેન્ડાઝિમ 1 ગ્રામ પ્રતિ 1 લિટર પાણીમાં દ્રાવણ બનાવીને ખાડા દીઠ 4 થી 5 લિટર ભરો._x000D_
• ક્લોરોપાયરિફોસ 50 ગ્રામ 15 કિલો સડેલા છાણીયા ખાતર, 2 કિલો વર્મીકમ્પોસ્ટ ખાતર અને 1 કિલો લીમડા ના ખોળ ને સારી રીતે ભેળીવીને ખાડા માં નાખો._x000D_
• ટ્રાઇકોડર્મા 25 ગ્રામ, પીએસબી કલ્ચર 25 ગ્રામ, એજેક્ટોબેટર 25 ગ્રામ અને 15 ગ્રામ સ્યુડોમોનાસ દરેક ખાતર અને માટી ને સાથે ભેળવીને ખાડામાં આપવું._x000D_
• _x000D_
• દાડમના છોડનું અંતર છોડ થી છોડ 3 મીટર અને ચાસ થી ચાસ 4 મીટર રાખવું._x000D_
• બજારની માંગ પ્રમાણે જાત પસંદગી કરવી જોઈએ. જેમકે, ભગવા, જેની માંગ વધારે છે._x000D_
• ટપક સિંચાઈ દાડમ માટે યોગ્ય છે. જેનાથી ખાતરો સરળતાથી આપી શકાય છે._x000D_
• શરૂઆતમાં મિશ્ર પાક કરી શકાય છે._x000D_
સંદર્ભ:એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ _x000D_
આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_