સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારવાની ચાવીઓ !
● ખાતર જમીન પર ફેંકી દેવા જોઈએ નહીં. જમીનમાં યોગ્ય ભેજ હોય ત્યારે જ ખાતર આપવું જોઈએ. ● વાવેતર સમયે બીજ નીચે ખાતર હોવું જોઈએ. ● આવરણયુક્ત(કોટેડ) ખાતરો / દાણાદાર ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ૧: ૫ ના પ્રમાણમાં યુરિયા, લીંબોળી ખોળનો સાથે ઉપયોગ કરવો જોઈએ. ● પાક વૃદ્ધિના સંવેદનશીલ તબક્કા દરમિયાન ખાતર આપવું જોઇએ. ● સૂક્ષ્મ સિંચાઈ દ્વારા પ્રવાહી ખાતરો આપવા જોઈએ. ● અનાજ પાક માટે, ખાતર ૪: ૨: ૨: ૧ (નાઈટ્રોજન: ફોસ્ફરસ: પોટાશ: સલ્ફર) ના પ્રમાણમાં આપવો જોઈએ અને કઠોળ પાક માટે તેને ૧: ૨: ૧: ૧ ના પ્રમાણમાં આપવું જોઈએ. ● ઓર્ગનિક ખાતરોના નિયમિત ઉપયોગ દ્વારા માટીનું પીએચ 6.5 થી 7.5 વચ્ચે રાખવું જોઈએ. ● માટી સંરક્ષણ માટે જમીન સ્વાસ્થ્ય માટે, ઓર્ગનિક ખેતી, સંકલિત રાસાયણિક અને ઓર્ગનિક ખેતી દ્વારા માટી આરોગ્યમાં સુધારો કરવો, છે આ સમય જરૂરી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
123
13
અન્ય લેખો