AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટાની ફળ કોરી ખાનાર ઇયળનું વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ટામેટાની ફળ કોરી ખાનાર ઇયળનું વ્યવસ્થાપન
👉શાકભાજીના પાકોમાં ટામેટાની ખેતી મોટા પાયે ખેડૂતો કરતા હોય છે. 👉 આ પાકમાં લીલી ઇયળ એક ફળ કોરી ખાનાર ઇયળ તરીકે જગવિખ્યાત છે. આ ઇયળના નિયંત્રણમાં કોઇ ગફલત થાય તો મોટું નુકસાન ખેડૂતોને સહન કરવાનો વારો આવે છે. 👉 ટામેટામાં ૯૦ % જતુંનાશક દવાઓનો છંટકાવ ફક્ત આ ઇયળ માટે થતો હોય છે. 👉 ખેતરની ચારે બાજુ અને વચ્ચે વચ્ચે હજારી ગોટાના છોડ પિંજર પાક તરીકે રોપવા. 👉 કોઇ પણ દવાના છંટકાવ પહેલા મોટી દેખાતી ઇયળો હાથથી વિણી લઇ નાશ કરવી. 👉 આ ઇયળ માટે મળતું એનપીવીનો છંટકાવ જીવાતની શરુઆત થાય ત્યારે કરવો. 👉 ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોએ હેક્ટરે ૪૦ જેટલા ફેરોમોન ટ્રેપ્સ ગોઠવવા. 👉 સેન્દ્રીય ખેતીવાળા ખેડૂતો બ્યુવેરિયા બેઝીઆના, ફૂગ આધારિત દવા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી શકે છે. 👉 બીટી (જીવાણૂં આધારિત દવા)નો પાવડર હેક્ટરે ૧ કિલો પ્રમાણે ઉપયોગ કરવો. 👉 તેમ છતા ઇયળનો ઉપદ્રવ વધતો જણાય તો ઉપદ્રવ વધતો જણાય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૮ મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૨.૫ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૭ મિલિ અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી જરૂરીયાત મુજબ વારાફરતી છંટકાવ કરવો. 👉 ઉપરોક્ત રાસાયણિક દવાઓ રહી જતા અવશેષોને ધ્યાને રાખી છંટકાવ અને વિણી વચ્ચે ભલામણ દિવસોનો ગાળો સાચવવો. 👉 દરેક વિણી વખતે ઇયળથી નુકસાન પામેલ ફળ જૂદા પાડી નાશ કરવા. ખરીદો હમણાં અને ઘરે બેઠા મેળવો, ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-369, AGS-CP-664, AGS-CP-747, AGS-CP-766,AGS-CP-177 AGS-CP-657, AGS-CP-656&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
11
અન્ય લેખો