AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ચૂસીયાં પ્રકારની જીવાતોનું સંકલિત નિયંત્રણ
 કપાસમાં ચૂસિયાં પ્રકારની જીવાતો ક્યારેક એકલી અને ક્યારે એક સાથે પણ દેખાતી હોય છે. ત્યારે દવાની પસંદગીમાં મૂઝવણ ઉભી થાય છે.  જીવાત એકલી છે કે એક કરતા વધારે સાથે સાથે છે, તેને ધ્યાને રાખીને નીચે પ્રમાણે દવાની પસંદગી કરવી.  મોજણી માટે પીળા ચીકણા ટ્રેપ્સ ખેતરમાં લગાડવા.  જીવાતની શરુઆત વખતે સીધા જ રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરતા લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લેકાનીસીયમ લેકાની કે બુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  એકલા તડતડિયા હોય તો એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  એકલી સફેદમાખી હોય તો બાયફેન્થ્રીન ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૪ મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૦ મિલિ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  એકલી થ્રીપ્સ હોય તો સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  મોલો અને તડતડિયા સાથે હોય તો મિથાઇલ ઓ ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  મોલો અને સફેદમાખી એક સાથે હોય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  તડતડિયા અને થ્રીપ્સ એક સાથે હોય તો લેમડા સાયહેલોથ્રીન ૨.૫ ઇસી ૧૫ મિ.લિ. અથવા એસીફેટ ૫૦% + બાયફેન્થ્રીન ૧૦% ડબલ્યુજી ૧૦ મિલિ અથવા સાયપરમેથ્રીન ૧૦% + ઇન્ડોક્ષાકાર્બ ૧૦ એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  સફેદમાખી અને પાન કથીરી એક સાથે હોય તો સ્પારોમેસીફેન ૨૨.૯ એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  તડતડિયા અને સફેદમાખી એક સાથે હોય તો ઇન્ડોક્ષાકાર્બ ૧૪.% + એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  મોલો, તડતડિયા અને સફેદમાખી આ ત્રણેય એક સાથે દેખાય તો એસીટામીપ્રિડ ૨૦ એસપી ૧૦ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૪% + એસીટામીપ્રીડ ૪% એસસી ૧૦ થી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  મોલો, તડતડિયા અને થ્રીપ્સ, આ ત્રણેય એક સાથે હોય તો ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૧ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૩૦.૫ એસસી ૧ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.  મોલો, તડતડિયા, સફેદમાખી અને થ્રીપ્સ આ ચારેય જીવાત એક સાથે દેખાય ત્યારે બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિલિ અથવા ક્લોથીનીડીન ૫૦ ડબલ્યુજી ૧ થી ૨.૫ ગ્રામ અથવા ડાયફેનથ્યુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા ડાયનોટેફ્યુરાન ૨૦ એસજી ૩ ગ્રામ અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૨૦ મિલિ અથવા ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુઅજી ૩ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા એસીફેટ ૫૦% + ઇમીડાક્લોપ્રીડ ૧.૮ એસપી ૧ ૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
67
15
અન્ય લેખો