ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કસુંબીમાં આવતી મોલોનું વ્યવસ્થાપન
કસુંબી ગુજરાતમાં થોડા ઘણા વિસ્તારમા જ્યારે મહારાષ્ટ્રામાં બહોળા પ્રમાણમાં થાય છે. આ પાકમાં મોલોથી ખૂબ જ વધારે નુકસાન થતુ હોય છે. મોલો કદમાં મોટી અને કાળા રંગની હોય છે. મોલોના ઉપદ્રવથી છોડ કાળો પડી જતા પ્રકાશસંશ્વલેષણની પ્રક્રિયા ધીમી થાય છે અને છોડનો વિકાસ અટકે છે._x000D_ સંકલિત વ્યવસ્થાપન -_x000D_ o સમયસર વાવણી કરેલ પાકમાં ઉપદ્રવ ઓછો રહે છે.
o આ જીવાતનું તેના પરભક્ષી અને પરજીવી કીટકોથી કુદરતમાં નિયંત્રણ થતું હોય છે. o ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. o વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય તો વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. છોડની ટોચની ૧૦ સેં.મી. લંબાઇની ડાળી પર ૧૫ કે તેથી વધુ મોલો જોવા મળે ત્યારે ફોસ્ફામિડોન ૪૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુ જી ૪ ગ્રામ અથવા કિવનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
217
0
સંબંધિત લેખ