AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આબાંમાં મધિયાનું સંકલિત વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આબાંમાં મધિયાનું સંકલિત વ્યવસ્થાપન
બચ્ચાં અને પુખ્ત કીટક ફાચર આકારના કે જે ખૂબ જ ઝડ૫થી ત્રાંસા ચાલતા હોય છે. મોર બેસવાના સમયે તેની સંખ્યામાં એકાએક વધી જાય છે. માદા કીટક પુષ્પવિન્યાસના કુમળા ભાગોમાં ઈંડાં મૂકાતા આ ભાગો સુકાઈ અને ખરી જાય છે. બચ્ચાં અને પુખ્ત કીટક કુમળા પાન તેમજ પુષ્પવિન્યાસના જુદા જુદા ભાગોમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. વધુ ઉ૫દ્રવના કારણે પાન તરડાઈને બેડોળ આકારના થાય છે. વટાણાથી નાની કેરીઓ સુકાઈને ખરી ૫ડે છે. આ કીટકના શરીરમાંથી ઝરતો મધ જેવો ચીકણો ૫દાર્થ પાન ૫ર ૫ડતા તેના ૫ર કાળી ફૂગ વિકાસ પામે છે જે પ્રકાશસંશ્વલેષણ ક્રિયાને અવરોધે છે. આ જીવાતને ભેજ અને છાંયડાવાળું હવામાન વધુ અનુકૂળ આવે છે. આ જીવાતનો ઉ૫દ્રવ આફૂસ, સરદાર અને લંગડો જાતોમાં વધુ જોવા મળે છે. સંકલિત વ્યવસ્થાપન:  ઝાડની જરૂર મુજબની છટણી કરતા રહેવું.  પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી.  બેઠુ પાણી મૂકવા કરતા ડ્રીપ સીસ્ટીમથી પિયત આપવાથી જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે.  ઓકટોબર મહિનામાં ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી ઝાડના થડ તેમજ જાડી ડાળીઓ ૫ર છંટકાવ કરવો.
 બિવેરીયા બેઝીયાના અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગ આધારિત ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરી બાયોપેસ્ટીસાઇડનો લાભ લઇ શકાય.  લિમડા આધારિત દવા ૧૦ મિ.લિ. (૧% ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.  બુપ્રોફેઝીન ૨૫ એસસી ૧૦ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ર.૮ ઈસી ૩ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા એસિટામીપ્રીડ ૨૦ એસપી ૫ ગ્રામ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી. ડૉ. ટી. એમ. ભરપોડા_x000D_ ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર_x000D_ બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
110
2
અન્ય લેખો