ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીંબુ વર્ગના ફળપાકોમાં પાનકોરિયું (લીફ માઇનર)
• લીંબુવર્ગની નર્સરીમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. • પાનકોરીયાની ઈયળ આછા પીળા કે આછા લીલા રંગની હોય છે. • ઈયળ પાનના બે પડ વચ્ચે રહી સર્પાકાર બોગદું બનાવે છે. જે ચળકતું સફેદ રંગનું દેખાય છે. • આ જીવાત જીવાણુંજન્ય બળીયા ટપકાં (સીટ્રસ કેન્કર) નામનો રોગ ફેલાવવામાં મદદ કરે છે. • આ જીવાતના નુકસાનથી પાન વળી પણ જાય છે કે જેમાં ક્યારેક મીલીબગ સંતાઇ રહે છે. • લીંબુમાં નવી ફુટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી. • નવી ફૂટ પછી એક વાર કઠણ પાન થઇ જાય પછી આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહેતો હોય છે. • વારંવાર અને વધારે પડતા નાઈટ્રોજનયુકત ખાતરો અને વધારે પડતા પિયત આપવા નહિ. • ડ્રીપ ઇરીગેશન ધરાવતી વાડીમાં આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહેતો હોય છે. • નાના છોડના થડ ઉપર કેટલીક વાર પીલા નીકળતા હોય છે, જે આ જીવાતને આશ્રય આપે છે. આવા પીલા દુર કરવા. • ખાસ કરીને નર્સરીમાં ઉપદ્રવિત પાન તોડી લઇ નાશ કરવા. • આ જીવાતના હવે ફેરોમોન ટ્રેપ ઉપલબ્ઘ થયા છે, એકરે ૫ પ્રમાણે મૂંકવા. • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા અધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) અથવા લીમડાનો ખોળ ૧ કિ.ગ્રા. (કસ) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (કસ) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • વધુ ઉપદ્રવ વખતે ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલિ અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જમીનમાં છોડ/ઝાડની આજુબાજુ કાર્બોફ્યુરાન ૩ જી દાણાદાર દવા હેક્ટરે ૩૦ કિ.ગ્રા. અથવા ફોરેટ ૧૦ જી ૧૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે આપવી. • આ જીવાતનો ઉપદ્રવ નવા પાન ઉપર વધારેમાં વધારે રહેતો હોવાથી નવી ફૂટ વખતે દવાના છંટકાવ વ્યવસ્થિત કરવા.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
74
11
સંબંધિત લેખ