ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયબીનમાં પાન ખાનારી ઈયળોનું વ્યવસ્થાપન !
પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા), લશ્કરી ઈયળ અને કાતરાના ઇંડાંમાંથી નીકળતી નાની ઈયળો પાનની નીચેની સપાટીએ રહીને પાનનો લીલો ભાગ કોતરી ખાય છે • પાન અર્ધપારદર્શક બની જાય છે. • મોટી ઈયળો પાન કાપી ખાઈ પાનમાં મોટા અનિયમિત આકારના કાણાં પાડે છે. • વધારે ઉપદ્રવ હોય તો છોડ ઝાંખરા જેવા થઈ જાય છે. • ઘોડિયા ઇયળ પાન ઉપર રહી છોડને નુકસાન કરતી હોય છે. • ખેતરની ફરતે થોડા-થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી પાન ખાનાર ઇયળના ફૂદાં દિવેલાના પાન ઉપર ઈંડાં મુકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ કરવો. • પાન ખાનાર ઇયળનું એનપીવી (ન્યુક્લિઅર પોલીહેડ્રોસીસ વાયરસ) ૨૫૦ એલઈ ૫૦૦ લિટર પાણીમાં ભેળવીને એક હેક્ટરે સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તેમ છંટકાવ કરવો. • બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. • લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણીમા ભેળવી છંટકાવ કરવો. • ભારે ઉપદ્રવના સમયે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫૦% ઝેડસી ૩ મિલિ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મિલિ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રિન ૪.૯૦ સીએસ ૫ મિલિ અથવા ડીડીવીપી ૭૬ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
15
2
સંબંધિત લેખ