ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન પાકમાં પાન ખાનારી ઈયળ/ લશ્કરી ઈયળ અને કાતરાનું વ્યવસ્થાપન
પરિચય: મધ્યપ્રદેશ ભારતનું સૌથી મોટું સોયાબીન ઉત્પાદક રાજ્ય છે અને સોયાબીન સંશોધન કેન્દ્ર મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલું છે. સોયાબીનને દાળ અને તેલીબિયાં પાક તરીકે પણ ગણવામાં આવે છે. સોયાબીનમાં ખૂબ પ્રોટીન સ્રોત ઉપલબ્ધ છે. સોયાબીન એ એક મહત્વપૂર્ણ ખોરાક સ્રોત છે. તેના મુખ્ય ભાગ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી હોય છે. સોયાબીનમાં પ્રોટીન 38-40%, તેલ 22%, કાર્બોહાઇડ્રેટ -21 અને ભેજ 12% હોય છે. તો ચાલો આપણે સોયાબીનના પાકમાં પાન ખાનારી ઈયળના વ્યવસ્થાપન વિષે જાણીયે. • ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી ફૂદાં દિવેલાના પાન ઉપર ઈંડાં મુકશે આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ કરવો. • લશ્કરી ઈયળનું ન્યુક્લિઅર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઈ ૫૦૦ લિટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તેમ છંટકાવ કરવો. • બજારમાં ઉપલબ્ધ બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. • લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણીમા ભેળવી છંટકાવ કરવો. • ભારે ઉપદ્રવના સમયે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
274
1
સંબંધિત લેખ