ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોમાસાની મકાઇમાં પૂછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળનું વ્યવસ્થાપન_x000D_
પૂછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળનું આ ચોમાસાની મકાઇના પાકમાં પણ આવવાની પુરેપુરી શક્યતા છે. તેમના અટકાવ માટે મકાઇની વાવણીથી જ પગલાં લો. સંકલિત વ્યવસ્થાપન: • ચુસ્ત ડોડાવાળી મકાઇની જાતની પસંદગી કરવી. • સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮% ‌+ થાયોમેથોક્ષામ ૧૯.૮% ઇસી દવા ૪ મિલિ પ્રતિ એક કિ.ગ્રા. પ્રમાણે બીની માવજત આપી વાવણી કરવી. • આંતરપાક તરીકે અ‍ડદ, મગ, ચોળા જેવા કઠોળને પસંદ કરો. • નેપીયર ઘાસને પિંજર પાક તરીકે ખેતરની આજુબાજે ઉછેરો. • પક્ષીને આકર્ષવા માટે બેલીખેડા (૧૦/ એકર) અને ફિરોમોન ટ્રેપ (૧૫/ એકર) લગાવો. • છોડ ઉપર જોવા મળતા આ જીવાતના ઇંડાના સમૂહને તોડી નાશ કરો. • જો પરજીવી કિટક (ટ્રાયકોગ્રામા રીમસ) જો ઉપલબ્ધ હોય તો એકરે ૫૦,૦૦૦ પ્રમાણે ખેતરમાં છોડો. • જૈવિક દવા જેવી કે મેટારહીઝમ એનીસોપ્લી @ ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી અથવા બેસિલસ થુરીનજીનેસીસ પાવડર @ ૭૫૦ ગ્રામ પ્રતિ હેક્ટરે છંટકાવ કરો. • શરુઆતમાં ઉપદ્રવિત છોડની ભૂગળીમાં સૂકી રેતી ભભરાવો. • છોડ એક દમ નાના હોય ત્યારે લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. • નીંઘલ નીકળતા પહેલા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬% +લેમડા સાયહેલોથ્રીન ૯૫% ઝેડસી ૫ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે બીજો છંટકાવ કરો. • વિષ પ્રલોભિકા ( ડાંગરનું ભૂસુ ૧૦ કિ.ગ્રા. ‌+ ગોળ ૨ કિ.ગ્રા. + થાયોડિકાર્બ ૫૦ ડબલ્યુપી ૧૦૦ ગ્રામ + પાણી ૨ લી) છોડની ભૂગળીમાં આપો. વિડીયો સંદર્ભ: મુંગાબે ઇન્ડિયા
લેખ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
49
1
સંબંધિત લેખ