AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણામાં લીલી (પોપટાં કોરી ખાનાર) ઇયળનું વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણામાં લીલી (પોપટાં કોરી ખાનાર) ઇયળનું વ્યવસ્થાપન
આ જીવાતની ઇયળમાં ઘણી જ વિવિધતા જોવા મળે છે. જે આછી ગુલાબી, પીળી, કાળી-લીલી, કે બદામી રંગની હોય છે. આ જીવાતના શરીરની બંને બાજુ પર જોઇ શકાય તેવા ઉભા સફેદ પટ્ટા હોય છે. ઇંડાંમાંથી નિકળતી ઇયળ સૌ પ્રથમ કુમળા પાન કે પોપટા પર ઘસરકા પાડે છે. આ ઇયળો ઝડપથી વિકાસ પામી ફૂલ અને પોપટા ખાવાનું શરૂ કરી દે છે. તે અતિશય ખાઉધરી અને બહુભોજી છે. ચણામાં પોપટા બેસે ત્યારે તે પોપટામાં કાણું પાડી શરીરનો અર્ધો ભાગ શીંગોમાં દાખલ કરીને નુકસાન કરવાની ખાસિયત ધરાવે છે.
o લીલી ઈયળના ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ ની સંખ્યામાં ગોઠવવાથી તેમાં નર ફૂદાં પકડાય છે. ખેતરમાં નર ફૂદીંની સંખ્યામાં ઘટાડો થવાથી માદા દ્વારા જે ઈંડાં મુકાય તે અફલિત રહે છે. આમ પેઢી દર પેઢી તેનો ઉપદ્રવ ઘટતો જાય છે. આ પધ્ધતિનો અમલ સામુહિક ધોરણે કરવાથી સારા પરિણામ મેળવી શકાય. o પુખ્ત અવસ્થાની ઈયળ નિશાચર હોવાથી તે પ્રકાશ તરફ આકર્ષાય છે. ખેતરમાં જ્યાં લાઈટની વ્યવસ્થા થઈ શકે ત્યાં વિધુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઈપણ જંતુનાશક દવાના ૧ થી ૨ ટીપા નાખવા. રાત્રિ દરમ્યાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂદીંઓ પાણીમાં પડતા તેનો નાશ થશે. આ પધ્ધતિ ખુબ જ ફાયદાકારક પૂરવાર થયેલ છે. o આ ઇયળનું એન.પી.વી. ઉપલબ્ધ છે. પાકમાં નાની નાની ઇયળ દેખાય કે તરજ એન.પી.વી. ૨૫૦ એલ.વી.નો છંટકાવ કરવો. આમ કરવાથી તંદુરસ્ત ઇયળમાં એક પ્રકારનો વિષાણુયુક્ત રોગ લાગુ પડતા ઇયળ મરી જાય છે. o ઇયળનું ભક્ષણ કરતા પક્ષીને આકર્ષવા માટે ખેતરમાં બેલીખડા ( ટ્રી પર્ચીસ) ગોઠવવા. o શરુઆતમાં બ્યુવેરિયા બેસિયાના (1 x 109) ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. o ફેનવાલરેટ ૨૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ફેનાવાલરેટ ૦.૪ ટકા ભૂકી ૨૫ કિ.ગ્રા./હે પ્રમાણે ઉપયોગ કરવાથી લીલી ઈયળ સામે રક્ષણ મેળવી શકાય. o લીલા પોપટાના વેચાણ માટે કરેલ ચણાના પાકમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી લીલી ઈયળ સામે અસરકારક પુરવાર થયેલ છે. બજારમાં ઉપલબ્ધ લીમડા આધારિત તૈયાર દવા મળે છે તેનો ઉપયોગ પણ કરી શકાય. આ માટે તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. + ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. o લીલી ઇયળનો વધારે પડતો ઉપદ્રવ હોય તેવા સંજોગોમાં એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસ.સી. ૫ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ક્લોરાંટ્રાનીલીપ્રોલ ૨૦ એસ.સી. ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઇયળો સામે રક્ષણ મેળવી શકાય છે. o મોટી અને છેલ્લા અવસ્થાએ પહોંચેલ ઇયળ રાસાયણિક દવાથી પણ મરતી નથી. તેથી શક્ય હોય તો તેવી ઈયળો હાથથી વીણીને નાશ કરવાનો આગ્રહ રાખવો. o અહીં ખુબ મહત્વપૂર્ણ વાતની નોંધ લો કે તમારે દરેક છંટકાવ વખતે દવા બદલવી જોઈએ. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
316
1