સમાચારએગ્રોસ્ટાર
LPG સિલિન્ડર પર ₹200 ની મળશે સબસિડી !
📢 સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. આ સાથે સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે.
📢 હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ સબસિડી 12 સિલિન્ડર પર મળશે.
📢 આ યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ :
👉 આધાર કાર્ડ
👉 બેંક પાસબુકની નકલ
👉 પાસપોર્ટ સાઈઝ ફોટો
👉 મોબાઇલ નંબર
👉 રાશનકાર્ડ
👉 બીપીએલ કાર્ડ
📢 અરજી કરવા માટે અધિકૃત વેબસાઇટ pmujjwalayojana.com પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી અને ભરી શકો છો.
📢 આ ફોર્મ એલપીજી સેન્ટરમાં સબમિટ કરો.
📢 તમને સરકાર દ્વારા જારી કરવામાં આવતી સબસિડીનો લાભ ટૂંક સમયમાં મળવા લાગશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.