AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
LPG ગેસ સિલિન્ડર પર ગ્રાહકો ને આપવામાં આવે છે વીમા કવર, તમે જાણો છો? નહીં તો જાણો...
કૃષિ વાર્તાAgrostar
LPG ગેસ સિલિન્ડર પર ગ્રાહકો ને આપવામાં આવે છે વીમા કવર, તમે જાણો છો? નહીં તો જાણો...
એલપીજી ઈન્સ્યોરન્સ કવર: જો તમે LPG ગેસ સિલિન્ડર લેતી વખતે બેદરકારી દાખવતા હો, તો હવે તેને છોડી દો. એલપીજી લેતી વખતે તમારે દરેક બાબત તપાસવી જોઈએ. ઉદાહરણ તરીકે, સિલિન્ડર માં ગેસ ઓછો તો નથી ને અથવા ક્યાંક થી લિકેજ થાય છે કે શું ? સિલિન્ડર ની સમાપ્તિ તારીખ શું છે? આ બાબતોને ચકાસવા થી ગ્રાહક હંમેશા ફાયદામાં રહે છે. હવે જેમ કે તમે દર મહિને ઓછામાં ઓછું બે વખત ગેસ સિલિન્ડર લેતા હસો, પરંતુ તમને આ વાત ની ઓછી જાણકારી હશે કે ગેસ ડિસ્ટ્રિબ્યુટર કંપની સિલિન્ડર પર વીમા કવર પ્રદાન કરે છે. આ વીમા કવર 50 લાખ રૂપિયા સુધીનું હોય છે, જે સંબંધિત કંપની દ્વારા આપવામાં આવે છે. જો કે, કેટલીક વાર અકસ્માત ની સ્થિતિમાં, ગેસ વિતરક કંપનીઓ ગ્રાહક ને દાવા ધારક તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે. ગેસ સિલિન્ડર થી કોઈ અકસ્માતની સ્થિતિમાં, કંપનીઓ દાવો કરવાનો ઇનકાર કરે છે કારણ કે તે સિલિન્ડર એક્સપાયરી ડેટ વાળો હોય છે. જો તમારું સિલિન્ડર એક્સપાયરી ડેટ વાળું નથી, તો તમે 50 લાખ રૂપિયાના વીમા કવર માટે હકદાર હશો. આવી સ્થિતિમાં, એએલપીજી સિલિન્ડર લેતી વખતે એક્સપાયરી ડેટ તપાસવી આવશ્યક છે. એક્સપાયરી ડેટ વિના તમને સિલિન્ડર આપવાની જવાબદારી કંપનીની છે. જો તમે આ નહીં કરો તો તમે કંપની વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકો છો. અકસ્માત ન થાય તે માટે આ પગલાંનો ઉપયોગ કરો હંમેશાં BIS નો જ ઉપયોગ કરો. સર્ટિફાઇડ સ્રોતો થી મંજૂરી ઉપકરણોનો ઉપયોગ કરવો અથવા ખરીદો. ફક્ત અધિકૃત એલપીજી વિતરકો પાસેથી એલપીજી રેગ્યુલેટર, સલામતી રબર, લાઇટર વગેરેનો ઉપયોગ કરો. એલપીજી સિલિન્ડર પર કંપની નું સીલ અને સલામતી કેપ બરાબર લગાવ્યું છે કે નહીં. સિલિન્ડર ક્યાંય થી લિક તો થઈ રહ્યો નથી ને. સંદર્ભ : પ્રભાત ખબર, 25 નવેમ્બર, 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
81
0
અન્ય લેખો