સમાચારVTV ગુજરાતી
LPG ગેસ પર મળતી સબસિડીના પૈસા તમને મળી રહ્યાં છે કે નહીં ?
📍 એલપીજી ગેસ સિલિન્ડરોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે
📍 ગ્રાહકોને એલપીજી સબસિડી દ્વારા મોટી રાહત મળે છે
📍 આ સરળ સ્ટેપ્સથી ઘરે બેઠા કરો ચેક
પહેલાં તમારે જોવું પડશે કે તમે સબસિડી મેળવવાના હકદાર છો કે નહીં. જો તમે એલપીજી સબસિડી મેળવવા માટે હકદાર છો તો ચેક કરો કે તમને સબસિડી મળી રહી છે કે નહીં. જો મળી રહી છે તો તમારા બેંક ખાતામાં પૈસા આવી રહ્યાં છે કે નહીં? જો પૈસા નથી આવી રહ્યાં તો તમારે તરત જ તમારા બેંક ખાતા સાથે આધાર લિંક કરાવવું જોઈએ. લિંક કર્યા પછી પૈસા સીધા તમારા ખાતામાં આવવા લાગશે.
સબસિડી ન મળવાનું કારણ: સબસિડી ન મળવાનું મોટું કારણ એલપીજી આઈડી નું એકાઉન્ટ નંબર સાથે લિંક ન કરવું છે. આ માટે તમારે તમારા નજીકના વિતરકનો સંપર્ક કરવો જોઈએ અને તેને તમારી સમસ્યા જણાવવી જોઈએ. સાથે જ તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર ફોન કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે એલપીજીની સબસિડી અલગ અલગ રાજ્યોમાં અલગ છે, જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા કે તેથી વધુ છે તેમને સબસિડી નહીં મળે. 10 લાખ રૂપિયાની આ વાર્ષિક આવક પતિ -પત્ની બંનેની આવક મળીને હોય છે.
ઘરે બેઠા આ રીતે ચેક કરો
✨ સૌથી પહેલા Mylpg.in વેબસાઇટ પર જાઓ.
✨ વેબસાઇટના હોમ પેજ પર ત્રણ એલપીજી સિલિન્ડર કંપનીઓનું એક ટેબ (તસવીર સાથે) હશે.
✨ હવે તમારે તમારી કંપની (જેનું સિલિન્ડર લીધું છે) પસંદ કરવું પડશે.
✨ જો તમે ઇન્ડેન ગેસનું સિલિન્ડર લો છો તો તેના ટેબ પર ક્લિક કરો.
✨ સબસિડી આવી છે કે નહીં તે ચેક કરવા માટે એક નવો ઇન્ટરફેસ ખુલશે.
✨ પછી બાર મેનૂ પર જઈ ‘Give your feedback online’ પર ક્લિક કરો.
✨ અહીં તમારો મોબાઇલ નંબર, એલપીજી કન્ઝ્યુમર આઈડી, રાજ્યનું નામ, વિતરકની માહિતી ભરો.
✨ ત્યારબાદ ‘Feedback Type’ પર ક્લિક કરો.
✨ ‘Complaint’ વિકલ્પ સિલેક્ટ કરીને ‘Next’ બટન પર ક્લિક કરો.
✨ નવા ઇંટરફેસમાં તમારી બેંક વિગતો દેખાશે અને તમે જાણી શકશો કે સબસિડીની રકમ ખાતામાં આવી છે કે નહીં.
✨ જો તમને સબસિડી ન મળી રહી હોય તો તમે 18002333555 ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : VTV ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.