AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
LPG કનેક્શન લેવું હોય તો વાંચી લો આ કામના સમાચાર !
સમાચારVTV ગુજરાતી
LPG કનેક્શન લેવું હોય તો વાંચી લો આ કામના સમાચાર !
- હવે એકદમ સરળતાથી લઈ શકશો LPG કનેક્શન - હવે માત્ર એક મિસ્ડ કોલથી લઈ શકશો LPG કનેક્શન - આ સરળ પ્રોસેસ ફોલો કરો - એક મિસ્ડ કોલમાં તમને સરળતાથી એલપીજીનું કનેક્શન મળી જશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ ટ્વિટ કરીને જણાવ્યું કે હવે જો કોઈ વ્યક્તિ 8454955555 પર મિસ્ડ કોલ કરે છે તો કંપની પોતે તેનો સંપર્ક કરશે. આ પછી એડ્રેસ પ્રૂફ અને આધાર દ્વારા ગેસ કનેક્શન ઉપલબ્ધ મળી જશે. ▪️ જૂનું કનેક્શન એડ્રેસ પ્રૂફ ગણાશે: આ માટે તમારે ફક્ત રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી કોલ કરવો પડશે. સાથે જ જણાવ્યું કે જો તમારા પરિવારમાં કોઈની પાસે કોઈપણ કંપનીનું ગેસ કનેક્શન છે તો તમે તે એડ્રેસ પર પણ કનેક્શન મેળવી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો તમારા પરિવારના કોઈપણ સભ્ય સાથેના ગેસ કનેક્શનને એડ્રેસ પ્રૂફ તરીકે ગણવામાં આવશે. આ માટે તમારે એજન્સીમાં જવું પડશે અને જૂના ગેસ કનેક્શનને લગતા દસ્તાવેજો બતાવીને તમારું સરનામું વેરિફાઈ કરાવવું પડશે. આ પછી તમને તે જ એડ્રેસ પર ગેસ કનેક્શન પણ મળશે. ▪️ દેશમાં ક્યાં મળશે આ સુવિધા: ગયા મહિને IOCના ચેરમેને સિલિન્ડર ભરવાની અને મિસ્ડ કોલ આપીને નવું LPG કનેક્શન મેળવવાની સુવિધા શરૂ કરી હતી. કંપનીએ કહ્યું કે દેશના કોઈપણ ખૂણામાં રહેતા ગ્રાહકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ સાથે IOC એ દરવાજા પર જ એક સિલિન્ડરવાળા પ્લાનને બે-સિલિન્ડરવાળા પ્લાનમાં રૂપાંતરિત કરવાની સુવિધા પણ શરૂ કરી હતી. આ યોજનામાં જો ગ્રાહક 14.2 કિલોનું બીજું સિલિન્ડર લેવા માંગતો નથી, તો તે માત્ર 5 કિલોનો બીજો સિલિન્ડર લઈ શકે છે. જાન્યુઆરી 2021માં કંપનીએ પસંદગીના શહેરોમાં મિસ્ડ કોલ પર નવું કનેક્શન આપવાની અથવા સિલિન્ડર ભરવાની સુવિધા શરૂ કરી હતી. હવે આ સેવા સમગ્ર દેશમાં ગ્રાહકો માટે શરૂ થઈ છે. ▪️ એલપીજી સિલિન્ડર કેવી રીતે બુક કરવું ✔️તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ કરો. ✔️ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા LPG સિલિન્ડર રિફિલ કરી શકાય છે. ✔️ઇન્ડિયન ઓઇલની એપ અથવા https://cx.indianoil.in દ્વારા પણ બુકિંગ કરવામાં આવે છે. ✔️ગ્રાહકો 7588888824 પર વોટ્સએપ મેસેજ દ્વારા સિલિન્ડર ભરી શકે છે. ✔️આ સિવાય 7718955555 પર SMS અથવા IVRS દ્વારા પણ બુકિંગ કરી શકાય છે. સિલિન્ડર એમેઝોન અને પેટીએમ દ્વારા પણ ભરી શકાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
15
અન્ય લેખો