ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણની ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનું જીવન ચક્ર
રીંગણમાં આવતી જીવાતોમાં આ ઇયળ મુખ્ય ગણાય છે જેનાથી અંદાજિત ૩૦-૪૦ ટકા જેટલું નુકસાન થતુ હોય છે. જીવન ચક્ર: ઇંડા: માદા ફૂંદી ૮૦-૧૨૦ જેટલા આછા-સફેદ રંગના ઇંડા પાનની નીચે અને ફૂલો ઉપર મુકે છે અને જેની અવસ્થા ૩-૫ દિવસની હોય છે. ઇયળ: ઇંડામાંથી નીકળતી નાની ઇયળ આછા સફેદ રંગની હોય છે અને મોટી થતા આછી ગુલાબી રંગની હોય છે. ઇયળ અવસ્થા ૯-૨૮ દિવસની હોય છે. કોશેટા: મોટી પુખ્ત ઇયળ ફળ કે ડૂંખમાંથી બહાર આવી જમીન ઉપર ખરી પડેલ પાંદડાં ઉપર કોશેટા અવસ્થા ધારણ કરે છે જે ૬-૧૭ દિવસની હોય છે. પુખ્ત: કોશેટામાંથી નીકળતા ફૂંદા સફેદ રંગના અને શરીર ઉપર ભુખરા-કાળા ડાઘા જોવા મળે છે. આ અવસ્થા ૭-૧૦ દિવસની હોય છે.
નુકસાનના ચિન્હો: • ઇંડામાંથી નીકળતી ઇયળો શરૂઆતમાં છોડ નાનો હોય ત્યારે ડૂંખમાં દાખલ થઇ અંદરનો ગર્ભ ખાય છે જેથી ડૂંખો ચીમળાઇ જાય છે. • જયારે ફળ બેસે ત્યારે નાની ઇયળો વજ્રમાં દાખલ થઇને ફળનો અંદરનો ગર્ભ કોરી ખાય છે અને કાણાંમાંથી તેની હગાર બહાર નીકળે છે. જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી. • ઇયળનો વિકાસ પૂર્ણ થતા ફળમાં કાણું પાડી કોશેટામાં જવા માટે બહાર નીકળી આવે છે જેથી ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે. નિયંત્રણ: • નુકસાન પામેલ રીંગણ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઉંડો ખાડો કરી દાટી દેવી. • ફેરોમોન ટ્રેપ પ્રતિ એકરે ૧૦ની સંખ્યામાં મુકવા. • ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. • ઇયળ અવસ્થામાં ટ્રેથેલા ફ્લેવુરબીટાલીસ નામની ભમરી દ્વારા ૫૫ ટકા જેટલું પરજીવીકરણ થતું હોય છે. • ગૌ-મૂત્ર ૨૦ ટકાની સાંદ્રતા સાથે લીમડા, સીતાફળ, રતનજ્યોત કે ગંધાતીના પાનમાંથી તૈયાર કરેલ ૧૦% અર્ક મિશ્ર કરી છંટકાવ કરવો. • વધુ ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિલિ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૧૦ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ વેગ્રે ૪ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. • દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
28
0
સંબંધિત લેખ