યોજના અને સબસીડીGSTV
LIC ની સ્પેશિયલ પોલિસી, માત્ર 28 રૂપિયામાં જ મળશે લાખનો ફાયદો !
LIC ની માઇક્રો બચત વીમા યોજના લો ઇન્કમ ગ્રુપના લોકો માટે આ મહત્વના સમાચાર છે. જે લોકોની આવક ઓછી છે, તેઓની માટે LIC નો માઇક્રો ઇન્શ્યોરન્સ પ્લાન વધારે ફાયદાકારક છે. આ પ્રોટેક્શન અને સેવિંગનું કોમ્બિનેશન છે. આ પ્લાન આકસ્મિક મોત થવા પર પરિવારને ફાઇનાન્શિયલ સપોર્ટ કરશે. આ સાથે જ પોલિસી મેચ્યોર થવા પર એકમ રકમ પ્રદાન કરશે. તો અહીં જાણીશું કે આ પ્લાનને વિશે…. લોનની મળશે સુવિધા – માઇક્રોબચતના નામના આ રેગ્યુલર પ્રીમિયમવાળા પ્લાનમાં અનેક પ્રકારના ફીચર્સ છે. આ ઇન્શ્યોરન્સ પ્લાનમાં 50 હજાર રૂપિયાથી લઇને 2 લાખ સુધીનો વીમો મળશે. આ નોન લિંક ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ પ્લાન અંતર્ગત પોલિસીમાં લોયલ્ટીનો ફાયદો પણ મળશે. જો કોઇએ 3 વર્ષ સુધી પ્રીમિયમ આપ્યું છે તો તેને માઇક્રો બચત પ્લાનમાં લોનની સુવિધા પણ મળશે. કોણ લઇ શકે છે પ્લાન ? – આ વીમા માત્ર 18થી 55 વર્ષ સુધીની ઉંમરવાળાઓને જ મળશે. એ અંતર્ગત કોઇ પણ પ્રકારની મેડિકલ તપાસની જરૂરિયાત નહીં રહે. જો કોઇ વ્યક્તિ 3 વર્ષ સુધી સતત પ્રીમિયમ ભરતો રહે છે તો ત્યાર બાદ પ્રીમિયમ નથી ભરી શકતો તો તેને 6 મહીના સુધી વીમાની સુવિધા શરૂ રહેશે. જો આ પ્રીમિયમ પોલિસી હોલ્ડર 5 વર્ષ સુધી ભરે છે તો તેને 2 વર્ષનો ઓટો કવર મળશે. આ પ્લાનની સંખ્યા 851 છે. કેટલાં વર્ષનો હશે પોલિસી ટર્મ ? – માઇક્રો બચત ઇન્શ્યોરન્સ પ્લાનનો પોલિસી ટર્મ 10થી 15 વર્ષનો હશે. આ પ્લાનમાં વાર્ષિક, અર્ધવાર્ષિક, ક્વાર્ટર, અને માસિક આધાર પર પ્રીમિયમ ભરી શકે છે. તેમાં તમારે LIC ના એક્સિડેન્ટલ રાઇડર જોડવાની સુવિધા પણ મળશે. જો કે, એ માટે આપે અલગથી પ્રીમિયમ આપવાનું રહેશે. દરરોજ 28 રૂપિયામાં મળશે 2 લાખનો ઇન્શ્યોરન્સ – આ અંતર્ગત 18 વર્ષની ઉંમરવાળા કોઇ વ્યક્તિ જો 15 વર્ષવાળો પ્લાન લે છે તો તેને પ્રતિ હજાર 51.5 રૂપિયા પ્રીમિયમ આપવાનું રહેશે. આ સાથે જ 25 વર્ષવાળાને આ ગાળા માટે 51.60 રૂપિયા અને 35 વર્ષવાળાને 52.20 રૂપિયા પ્રીમિયમ પ્રતિ હજાર રૂપિયા આપવાના રહેશે. 10 વર્ષના પ્લાનમાં પ્રીમિયમ 85.45 થી 91.9 રૂપિયા પ્રતિ હજાર રૂપિયા હશે. પ્રીમિયમમાં 2 ટકાની છૂટ પણ મળશે. જો ખરીદ્યા બાદ તમને આ ઇન્શ્યોરન્સ પસંદ નથી પડતો તો તમે 15 દિવસની અંદર પ્લાનને સરેન્ડર કરી શકો છો. જો કોઇ 35 વર્ષની વ્યક્તિ 1 લાખ રૂપિયાના વીમા રકમવાળી 15 વર્ષની પોલિસી લે છે તો તેનું વાર્ષિક પ્રીમિયમ 5116 રૂપિયા આવશે. ચાલુ પોલિસીમાં 70 ટકા સુધી રકમની લોન મળશે. આ છે ગણિત – જો કોઇ વ્યક્તિએ 35 વર્ષની ઉંમર આગામી 15 વર્ષો માટે આ પોલિસીને લીધી છે તો તેને વાર્ષિક 52.20 રૂપિયા (1 હજાર રૂપિયા વીમા રકમ પર) પ્રીમિયમ જમા કરવાના રહેશે. આ જ રીતે જો કોઇ 2 લાખ રૂપિયાની વીમા રકમ લે છે તો તેને વાર્ષિક 52.20 x 100 x 2 એટલે કે, 10,300 જમા કરવાના રહેશે. એટલે કે દરરોજ 28 રૂપિયા અને મહીનામાં 840 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
21
10
સંબંધિત લેખ