ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સમાચારન્યૂઝ18 ગુજરાતી
LIC ની આ પોલિસીમાં મળશે 17.5 લાખ રૂપિયા, FD થી વધુ મળશે વ્યાજ !
👉 જો તમે પણ એલઆઇસી (LIC) નો કોઈ પ્લાન લેવાના છો તો આજે અમે આપને કંપનીના એક ખાસ પ્લાન વિશે જણાવીશું. નોંધનીય છે કે, આ પ્લાન કંપનીએ ફેબ્રુઆરીમાં લૉન્ચ કર્યો છે. આ પ્લાનનું નામ વીમા જ્યોતિ પોલિસી (LIC Bima Jyoti) છે. આ પોલિસીમાં ગ્રાહકોને ફિક્ડ્1 ઇનકમની સાથો-સાથ ગેરન્ટેડ રિટર્નની પણ સુવિધા મળશે. આ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટિંગ પ્લાન છે. થોડા રોકાણ બાદ તેમાં આપને મેચ્યોરિટી પર 17.5 લાખ રૂપિયા મળશે. આવો જાણીએ કેવી રીતે... કેટલું મળશે ગેરેન્ટેડ રિટર્ન? 👉 આ પોલિસીમાં આપને ટર્મ દરમિયાન દરેક વર્ષના અંતમાં 50 રૂપિયા પ્રતિ હજાર બેઝિક સમ અશ્યોર્ડ ઉપરાંત ગેરન્ટી આપવામાં આવે છે. એટલે કે તેમાં આપને 50 રૂપિયા પ્રતિ હજાર સમ અશ્યોર્ડ પર ગેરેન્ટેડ બોનસ મળશે. મિનિમમ સમ અશ્યોર્ડ એક લાખ રૂપિયા 👉 આ પ્લાનમાં આપને બેઝિક સમ અશ્યોર્ડ એક લાખ રૂપિયાનો છે. બીજી તરફ, તેમાં ઉપરની લિમિટ નથી. આ પોલિસી 15થી 20 વર્ષની અવધિ માટે લઈ શકાય છે. 15 વર્ષની પોલિસીની અવધિ માટે પીપીટી 10 વર્ષ હશે અને 16 વર્ષની પોલિસી માટે પીપીટી 11 વર્ષ હશે. વીમા જ્યોતિ પોલિસીની શું છે ખાસયતો? 👉 આ પોલિસીને તમે ઓનલાઇન ખરીદી શકો છો. 👉 તેના માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષની છે. 👉 આ ઉપરાંત પરિપક્વતા પર મહત્તમ ઉંમર મર્યાદા 75 વર્ષની છે. 👉 આ પોલિસીમાં પ્રવેશની લઘુત્તમ ઉંમર 90 દિવસ અને મહત્તમ 60 વર્ષ છે. 👉 પોલિસીમાં બેન્ક ડેટિંગની સુવિધા. 👉 ગ્રાહકોને મેચ્યોરિટી સેટલમેન્ટ ઓપ્શનની સુવિધા મળશે. 👉 5, 10 અને 15 વર્ષના હપ્તામાં પરિપક્વતા અને મૃત્યુ લાભ માટેના ઓપ્શન મળશે. 👉 પોલિસી અવધિ દરમિયાન ગેરન્ટીડ એડિશન 50 રૂપિયા પ્રતિ હજાર પ્રતિ વર્ષ બોનસ. 👉 આકસ્મિક અને વિકલાંગતા લાભ રાઇડર, ગંભીર બીમારી, પ્રીમિયમ માફ રાઇડર અને ટર્મ રાઇડરનો લાભ ઉઠાવવાનો વિકલ્પ ઉપલબ્ધ. 👉 પોલિસી અવધીની તુલનામાં 5 વર્ષ ઓછા પ્રીમિયમની ચૂકવણી. 👉 અન્ય વધુ એક ઉપયોગી આર્ટિકલ વાંચવા માટે ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210414_GJ_NEWS_4PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
3
સંબંધિત લેખ