AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચાલો, જાણીયે કેટલીક જાણી-અજાણી બીટી કપાસને નુકસાન કરતી જીવાતો વિશે !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચાલો, જાણીયે કેટલીક જાણી-અજાણી બીટી કપાસને નુકસાન કરતી જીવાતો વિશે !
 સામાન્યરીતે બીટી કપાસમાં નિયમિત આવતી જીવાતો વિષે જાણતા જ હોય છે અને તેમનું અસરકારક નિયંત્રણ પણ કરતા હોય છે.  આવી કેટલીક જીવાત અમૂક જ વિસ્તારમાં અને હવામાન સાનૂકુળ હોય તો જ દેખા દે છે. આવી જીવાતો કોઇ ખાસ આર્થિક નુકસાન કરતી હોતી નથી.  આવી ક્યારેક દેખા દેતી જીવાત આપણે અન્ય રેગ્યુલર જીવાત માટે જે દવાકિય પગલાં લઇએ છીએ તેનાથી નિયંત્રણ થઇ જતું હોય છે.  આવી ક્યારેક અને કોઇક જ વિસ્તારમાં જોવા મળતી જીવાત વિષે માહિતી આપણી પાસે હોવી જરુરી છે.  મિરીડ બગ : એક ચૂસિયાં પ્રકારની જીવાત છે, આ જીવાત જીંડવામાંથી રસ ચૂંસે છે અને જીંડવું પક્ષીના ચાંચ જેવુ થઇ જાય છે.  પાન વાળનાર ઇયળ : ખેતરની આજુબાજુ આવેલ ઝાડના છાંયડા નીચે આવેલ છોડ ઉપર ક્યારેક જોવા મળે છે. આ ઇયળ પાનને વાળી ભૂંગળી બનાવી અંદર રહી નુકસાન કરે છે.  જીંડવામાંથી રસ ચૂસનાર ફૂંદુ : આ પુખ્ત ફૂંદુ રાત્રી દરમ્યાન વિકાસ પામતાં જીંડવામાંથી રસ ચૂસે છે. પડેલ કાણાં દ્વારા સૂક્ષ્મ જીવાણૂંઓ દાખલ થતા જીંડવું કહોવાઇ જાય છે. ફળપાકની વાડી પાસે આવેલ કપાસના ખેતરમાં આનો ઉપદ્રવ વધારે હોય છે.  ટી મોસ્ક્યુટો બગ : આ જીવાત દ્વારા રસ ચૂસવાને લીધે જીંડવા ઉપર બળિયા જેવા ચાઠા પડી જાય છે.  કપાસનાં રુપલાં : આ જીવાત ફાટેલ જીંડવામાં રહી વિકાસ પામતા બીજ માંથી રસ ચૂસી ને નુકસાન કરે છે. બીજ માટે કરેલ પ્લોટમાં જો ઉપદ્રવ રહે તો આર્થિકરીતે નુકસાન થઇ શકે છે.  કળીની મીંજ (ગોલ મીંજ): આની ઇયળ કપાસના ફૂલ કે વિકસતી કળીમાં રહી નુકસાન કરે છે.  કપાસના થડનું ચાંચવું : આ ચાંચવાની ઇયળ કપાસના થડમાં ઉતરી અંદરનો ગર્ભ ખાય છે. જમીનથી સહેજ ઉપર થડ ઉપર ગાંઠ જોવા મળે છે. છોડ આખો સુકાઇ જાય છે.  કપાસના ડૂંખનું ચાંચવું: આ ચાંચવાની ઇયળ વિકસતી કપાસની ડૂંખમાં દાખલ થઇ નુકસાન કરતી હોય છે.  જીંડવાનું ચાંચવું : આ કિટક કળી અને વિકસતા જીંડવાને નુકસાન કરે છે.  કપાસનું ફ્લી બીટલ્સ : આ જીવાત કપાસનો છોડ નાનો હોય ત્યારે જોવા મળે છે. પાન ઉપર રહી કાણાં પાડી નુકસાન કરે છે. જો કે. આ જીવાત નો ઉપદ્રવ વધુ જોવા મળેલ નથી.  ફ્લાવર ચાફર બીટલ : આ જીવાત કપાસના ફૂલોમાં રહેલી પરાગરજ ખાઇને નુકસાન કરતી હોય છે. આમ તો પ્રમાણ નહિવત હોય છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
51
23
અન્ય લેખો