AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉપજ વેચવા માટે 'ઈ -નામ' માં નોંધણી કેવી રીતે કરવી તે જાણો
કૃષિ વાર્તાન્યૂઝ18
ઉપજ વેચવા માટે 'ઈ -નામ' માં નોંધણી કેવી રીતે કરવી તે જાણો
નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓનલાઈન માર્કેટ 'ઈ-નામ' હેઠળ નોંધાયેલા ખેડુતોને હવે ઉત્પાદન વેચવા માટે વચેટિયાઓ અને વેપારીઓ પર નિર્ભર રહેવું પડશે નહીં. અત્યાર સુધી દેશની 585 મંડીઓ ઇ-નામ હેઠળ જોડાય ચુકી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કાર્યરત 'સ્મોલ ફાર્મર એગ્રિબિઝનેસ કન્સોર્ટિયમ' (એસએફએસી) એ ઇ-નામનો અમલ કરતી સૌથી મોટી સંસ્થા છે.
ઇ-નામ પર આ રીતે કરો નોંધણી 1- સૌ પ્રથમ તમારે ઇ-નામની ઓનલાઇન વેબસાઈટ - www.enam.gov.in પર જવું પડશે. 2- આ વેબસાઇટ અંગ્રેજી અને ગુજરાતી ઉપરાંત 7 પ્રાદેશિક ભાષાઓ સહિત 9 ભાષાઓમાં ઉપલબ્ધ છે. 3- અહીં તમે નોંધણી માટે તમારી ભાષા પસંદ કરો અને વેબસાઇટની જમણી બાજુએ નોંધણી (Registration) પર ક્લિક કરો. ક્લિક કરતાંની સાથે જ એક નવું વેબપેજ ખુલશે. 4- વેબપેજ પર નોંધણીનો પ્રકાર પસંદ કરો અને નામ, સરનામું, માન્ય ઇમેઇલ આઈડી અને એકાઉન્ટ નંબર વગેરે જેવી જરૂરી માહિતી ભરીને રજીસ્ટર કરો. 5- બધી જરૂરી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમને એક અસ્થાયી લોગીન આઈડી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ પર મોકલવામાં આવશે. 6- હવે ખેડૂતે ઇ-નામ વેબસાઇટ પર લોગીન કરવું પડશે અને તમારા કેવાયસી વિગતો અને દસ્તાવેજો આપવાના રહેશે. જેવી APMC તમારી KYC ને મંજૂરી આપે કે તરત તમે તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. 7- વધુ માહિતી માટે તમે https://enam.gov.in/web/resources/registration-guideline પર જઈને અને તમારી ભાષા પસંદ કરીને માહિતી મેળવી શકો છો. સંદર્ભ - ન્યૂઝ 18, 5 ઓક્ટોબર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
197
1