એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં પાનકોરિયું !
ચોમાસુ મગફળીમાં આ જીવાતનો ઉપદ્રવ ઓગસ્ટ મહિનામાં વધારે રહે છે. શરૂઆતમાં આ જીવાતની નાની ઈયળો કુમળા પાનને કોરીને નુકસાન કરે છે . ઈયળો મોટી થતાં પાનમાં બનાવેલ બુગદામાંથી બહાર નીકળીને ફૂંખની ટોચની નજીકથી પાંદડીઓ એકબીજા સાથે જોડીને જાળુ બનાવી અંદરના ભાગમાં રહી પાનનો લીલો ભાગ ખાય છે. પરિણામે પાંદડીઓ સુકાય જાય છે. વધુ ઉપદ્રવ હોય તો ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
31
6
અન્ય લેખો