ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો અને ઓળખો: તુવેરની શીંગોને નુકસાન કરતી ઇયળો અને કરો નિયંત્રણ
મોટાભાગની ખેડૂતોનો તુવેરનો પાક ફૂલ કે શીગો બેસવાની અવસ્થાએ હશે.
આ અવસ્થાએ ચાર પ્રકારની ઇયળો શીંગોને નુકસાન કરતી હોય છે.
લીલી ઇયળ સર્વે ખેડૂતભાઇઓ ઓળખતા જ હોય છે, આ ઇયળ શીંગમાં કાણૂં પાડી વિકસતા બીને કોરી ખાય છે. ક્યારેક ફૂલોને પણ નુકસાન કરતી હોય છે.
શીંગ માખીની ઇયળ શીંગમાં દાખલ થઇ દાણામાં બોગદુ બનાવી નુકસાન કરે છે.
પીંછીયા ફૂંદાની ઇયળ શરુઆતમાં શીંગ ઉપર અને પછી અંદર દાણાને કોરે છે.
ટપકાંવાળી ઇયળ ફૂલ-શીંગોને જોડી ગુચ્છા બનાવી દાણાને ખાઇ જાય છે.
મોડી પાકતી જાતોમાં નુકસાન વધારે જોવા મળે.
ગુચ્છા વાળી જાતોમાં ઇયળોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.
ફૂલ અવસ્થાએ લીલી ઇયળના ફિરોમોન ટ્રેપ્સ મૂંકવા.
એકાદ લાઇટ ટ્રેપ ખેતરમાં ગોઠવવું.
ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓ છાંટવી.
લીલી ઇયળનું એનપીવી ઉપલબ્ધ થાય તો તેનો ઉપયોગ કરવો.
બીટી પાવડર (જીવાણૂંયુક્ત) ૧૫ ગ્રામ અથવા બ્યુવેરિયા બેઝીઆના (ફૂગ આધારિત દવા) ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પ્રમાણે છંટકાવ કરી બાયોપેસ્ટીસાઇડનો લાભ લેવો.
ઇયળોનો ઉપદ્રવ વધતો જણાય તો એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુડીજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી શીંગો કોરીખાનાર ઇયળો સામે રક્ષણ મેળવી શકાય.
દરેક છંટકાવ વખતે દવા બદલવી.
શાકભાજીની તુવેરમાં ક્યારેય મોનોક્રોટોફોસ દવાનો છંટકાવ કરવો નહિ.