AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કેસીસી: દેશની આ 5 ટોચની બેંકોમાં બનશે તાત્કાલિક કિસાન ક્રેડિટ કાર્ડ, વાંચો સંપૂર્ણ માહિતી !
કૃષિ વાર્તાAgrostar
કેસીસી: દેશની આ 5 ટોચની બેંકોમાં બનશે તાત્કાલિક કિસાન ક્રેડિટ કાર્ડ, વાંચો સંપૂર્ણ માહિતી !
જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગો છો, પરંતુ બેંકો ના વારંવારના ધક્કા થી મુશ્કેલી અનુભવો છો, પરંતુ હજી પણ તમારું કિસાન ક્રેડિટ કાર્ડ નથી બની રહ્યું, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવો, અમે તમને દેશની ટોચની ટોપ બેંક વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જ્યાં તમને કિસાન ક્રેડિટ કાર્ડ વહેલી તકે મળી જશે. આ માટે, તમે બેંકમાં જઈને અરજી કરી શકો છો. કેસીસી બનાવવા માટે દેશની ટોચ બેંકો એક્સિસ બેંક (Axis Bank) બેંક ઓફ ઇન્ડિયા (Bank of India) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India) આઈસીઆઈસીઆઈ કિસાન ક્રેડિટ કાર્ડ (ICICI Kisan Credit Card) એચડીએફસી બેંક (HDFC Bank) બેંકોની લાક્ષણિકતાઓ ચાલો તમને જણાવી દઈએ કે આ બેંકે લાખો ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ પ્રદાન કર્યું છે. આ બેંકો દ્વારા, ખેડૂત સરળતાથી અને ટૂંકા સમયમાં કાર્ડ બનાવી શકશે. માહિતી માટે જણાવીએ કે, આ કાર્ડની માન્યતા 5 વર્ષ હોય છે. આ પછી, તેને રિન્યૂ કરવામાં આવે છે. આ સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. તેની સહાયથી ખેડૂત ખેતી સંબંધિત લોન લઈ શકે છે, તે પણ ખૂબ સસ્તા દરે મળે છે. જણાવી દઈએ કે આ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન ગેરેંટી વિના મળી જાય છે. આ સિવાય જો ખેડૂત ક્રેડિટ કાર્ડ બનાવવું હોય તો તે કોઈપણ કો-ઓપરેટીવ બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા અને આઈડીબીઆઈ બેંક, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બેંકમાં જઈને અરજી કરી શકે છે. સંદર્ભ : Agrostar, 1 જુલાઈ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
100
0
અન્ય લેખો