કૃષિ વાર્તાફાઇનાન્શ્યલ એક્સપ્રેસ
KCC એલર્ટ! કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન છે, તો જલ્દી પૂરું કરો આ કામ, નહીં તો ચૂકવવું પડશે 3% વધુ વ્યાજ !
જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લીધી હોય, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોન કાર્ડ ધારકો માટે 31 ઓગસ્ટ ની તારીખ ખૂબ મહત્વની છે. જો તમે કેસીસી પર લોન લીધી હોય, તો પછી 31 ઓગસ્ટ સુધીમાં તેને ચોક્કસપણે પરત કરો. જો તમે આ નહીં કરો તો તમને વ્યાજની છૂટનો લાભ નહીં મળે અને 4 ટકાને બદલે 7 ટકા વ્યાજ આપવું પડશે. જણાવી દઈએ કે જે લોકોએ કિસાન ક્રેડિટ કાર્ડમાંથી લીધેલી લોનની રકમ પરત કરી છે તેમને સરકાર વધારાના 3% વ્યાજની છૂટ આપે છે. પરંતુ જો તમે આ નહીં કરો, તો તમને આ લાભ મળશે નહીં. ભૂતકાળમાં કોવિડ 19 ના કારણે સરકારે લોનની ચુકવણી માટેની સમયમર્યાદા 31 માર્ચથી 31 ઓગસ્ટ સુધી લંબાવી હતી. આને આમ સમજો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા, ખેડુતો 5 વર્ષમાં 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન લઈ શકે છે. જો કે લોન 9 ટકાના દરે ઉપલબ્ધ છે, પરંતુ સરકાર તેના પર 2 ટકાની સબસિડી આપે છે. આ અર્થમાં, તે 7 ટકા થયો. બીજી તરફ, જો ખેડૂત આ લોન સમયસર પરત કરે છે, તો તેને 3 ટકાની વધુ છૂટ મળે છે. એટલે કે, આ શરત પર, તેણે લોન પર માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે. 31 માર્ચ સુધીમાં પરત કરવાના હોય છે પૈસા સામાન્ય રીતે, કેસીસી પર લેવામાં આવેલી લોન 31 માર્ચ સુધીમાં ચુકવવી પડશે. પરંતુ લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકારે પહેલા આ તારીખ 31 મે સુધી લંબાવી, જે પછી વધારીને 31 ઓગસ્ટ 2020 કરવામાં આવી. હવે આ સમયમર્યાદા પણ નજીક આવી રહી છે. જો આ સમય સુધીમાં ખેડુતો નાણાં પરત નહીં કરે તો 7% વ્યાજે તેઓએ લોન ભરવી પડશે. સંદર્ભ : ફાઇનાન્સીયલ એક્સપ્રેસ, 21 જુલાઈ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
44
4
અન્ય લેખો