AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
KCC પર વ્યાજ માફ? જાણો, વાયરલ મેસેજ નું સત્ય !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
KCC પર વ્યાજ માફ? જાણો, વાયરલ મેસેજ નું સત્ય !
📢 દેશમાં વધતા ડિજીટલાઈઝેશનની સાથે સાયબર ક્રાઈમના કેસમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. PIB ફેક્ટ ચેક વાયરલ થઈ રહેલા મેસેજની હકીકત તપાસે છે. 📢 છેલ્લા કેટલાક દિવસોથી એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 એપ્રિલ, 2022થી કિસાન ક્રેડિટ કાર્ડ પર કોઈ વ્યાજ દર નહીં હોય. આ વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખ રૂપિયા સુધી લીધું છે તેમને કોઈ વ્યાજ ચૂકવવું પડશે નહીં. હાલમાં ખેડૂતોને 4 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે. 📢 PIBએ વાયરલ મેસેજની હકીકત તપાસી છે. તેમને જાણકારી આપી છે કે આ દાવો સંપૂર્ણપણે ફેક (ખોટો) છે. કેન્દ્ર સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે PIBએ એમ પણ જણાવ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂતોને 7 ટકા વ્યાજ ચૂકવવું પડશે. 📢 PIBએ જણાવ્યું છે કે સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. ન્યૂઝ પેપરમાં છપાયેલા આર્ટિકલના આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
2
અન્ય લેખો