ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
જળ જીવન મિશન: આ યોજના અંતર્ગત 14.8 કરોડ ગ્રામીણ પરિવારોને મળશે લાભ !
કેન્દ્ર સરકાર ઘણાં સમય થી કેટલાક મિશન પર કામ કરી રહી છે. આ સમય માં, કેન્દ્ર સરકારે હવે જળ જીવન મિશન યોજના શરૂ કરી છે. એવું માનવામાં આવે છે કે સરકાર આ નવી યોજના દ્વારા ગ્રામીણ અર્થતંત્રમાં રોકાણ કરવાનું વિચારી રહી છે. આ યોજના દ્વારા આશરે 14.8 ગ્રામીણ પરિવારોના ઘરોમાં પાણીનું જોડાણ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે આ યોજના અંતર્ગત 2020-21માં રાજ્યોને લગભગ 30 હજાર કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવી રહ્યા છે._x000D_ _x000D_ આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા લગભગ 6,429.92 કરોડ રૂપિયા રાજ્યોને આપવામાં આવ્યા છે. વર્ષ 2020-21 માટે, બાકીની રકમ એટલે કે 22,695.50 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. આમાંથી અનુમાન લગાવી શકાય છે કે રાજ્યો પાસે લગભગ 29,125.42 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ પહેલા હપ્તા પહેલાથી જ તે રાજ્યોને આપી દેવામાં આવ્યા છે, જેને પૈસાની જરૂર હતી._x000D_ _x000D_ મળતી માહિતી મુજબ, સરકાર દ્વારા વર્ષ 2020-21 માટે 11,500 રૂપિયા બજેટમાં ફાળવવામાં આવ્યા હતા. આ સાથે 12 હજાર કરોડનું વધારાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ સિવાય પીએમ મોદીએ 15 ઓગસ્ટ 2019 ના રોજ જાહેરાત પણ કરી હતી કે આ મિશન દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થા વધુ સારી બનાવવામાં આવશે. ગ્રામીણ યુવાનોને રોજગારની નવી તકો મળશે. જણાવી આપીયે કે આ યોજના અંતર્ગત સરકાર દ્વારા 55 લિટર પીવાના પાણીની પાઇપલાઇન આપવામાં આવશે. આ અંતર્ગત ગામોમાં પાણીની લાઇનો નાખવામાં આવશે, તેમજ જળસંગ્રહની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે જળ ઉર્જા મંત્રાલયે તમામ રાજ્યોને સૂચના આપી છે કે આ યોજના પર કામ ઝડપથી શરૂ કરવામાં આવે._x000D_ _x000D_ સંદર્ભ : કૃષિ જાગરણ, 17 જૂન 2020_x000D_ આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_
188
1
સંબંધિત લેખ