AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરાના પાકમાં સંકલિત કીટ નિયત્રંણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરાના પાકમાં સંકલિત કીટ નિયત્રંણ
જીરાનું વાવેતર ગુજરાત ઉપરાંત રાજસ્થાન તેમ જ અન્ય રાજ્યોમાં કેટલાક વિસ્તારમાં થાય છે. આ પાકમાં ફૂલ અવસ્થાએ મોલો તેમ જ વાતાવરણ અનૂકુળ હોય તો થ્રીપ્સનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ વર્ષે કેટલાક વિસ્તારમાં લીલી ઇયળનો પણ ઉપદ્રવ જોવા મળેલ છે. જે ખેતરની પાસેથી કેનાલ જતી હોય કે બાજુના ખેતરમાં વધારે પિયત જોઇતું હોય તેવા પાક જેવા કે ટામેટાં, રીંગણ, ભીંડા વિગેરે કર્યા હોય તો મોલો આવવાની પુરેપુરી શક્યતા રહેલી હોય છે. જીરાને સૂકુ વાતાવરણ માફક આવતું હોવાથી આમાં થ્રીપ્સનો ઉપદ્રવ પણ રહેતો હોય છે. સંકલિત નિયત્રંણ - • પીળા ચીકણા પીંજર પ્રતિ હેકટેરે ૧૦ પ્રમાણે ગોઠવવા. • મોલો કે થ્રીપ્સની શરુઆત થાય કે તરત જ લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦ મિ.લિ. + કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • ડાળિયા, સીરફીડ માખીના કીડા અને ક્રાયસોપર્લા નામના પરભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે કીટનાશકોનો છંટકાવ ટાળવો.
• હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે વર્ટીસીલીયમ લેકાની નામની રોગપ્રેરક ફૂગ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. • જીરુના મોલોના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. દર પંદર દિવસના ગાળે બે છંટકાવ કરવા. • થ્રીપ્સના નિયંત્રણ માટે મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રા અથવા ટ્રાઇઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી પંદર દિવસના ગાળે બે છંટકાવ કરવા. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
429
5
અન્ય લેખો