ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોમાસુ ભીંડામાં ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળનું વ્યવસ્થાપન !
• ઉનાળુ ભીંડા કરતા ચોમાસાના ભીંડામાં કાબરી અને લીલી ઇયળનો ઉપદ્રવ વધારે રહે છે. • આ બન્ને ઇયળો ડૂંખ અને ફળ કોરી ખાઇને નુકસાન કરે છે. • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઈસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઈસી) અથવા બુવેરિયા બેઝીઆના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. • છંટકાવ સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના અંતરે કરવો. • કાબરી/લીલી ઈયળના નર ફૂદાંની વસ્તી ઘટાડવા એકર દીઠ ૪ થી ૫ ફેરોમોન ટ્રેપ ગોઠવવા. • નુકસાનવાળી ડૂંખ આંગળી વડે દબાવી દેવી જેથી અંદરની ઈયળ મરી જાય અથવા નુકસાનવાળી ડૂંખો કાપી તેમનો નાશ કરવો. • ભીંડાની સમયસર અને નિયમિત વીણી કરવી. • ભીંડાની દરેક વીણી વખતે ઈયળથી નુકસાન પામેલ ફળો ઉતારી લેવા. • નુકસાનવાળા અને ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. • વીણી કરેલ ભીંડામાંથી આ જીવાતથી સડેલા ભીંડા જુદા તારવી તેને ઢોરને ખવડાવી દેવા કે ઈયળો સહિત નાશ કરવો. • બેસીલસ થુરીન્જીન્સીસસ નામના જીવાણુંનો પાવડર ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. • લીલી ઈયળના ઉપદ્રવને ધ્યાનમા લઈ આ જીવાત માટેનું ન્યુક્લિઅર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઈ ૫૦૦ લિટર પાણીમાં ભેળવી એક હેકટર વિસ્તારમાં સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. • ઉરોક્ત દવાના છંટકાવ પછી પણ ઈયળનો ઉપદ્રવ વધતો જણાય ત્યારે ફેન્વાલરેટ ૨૦ ઇસી ૧૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિલિ અથવા ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુ.જી. ૪ ગ્રામ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૨૦ મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૪.૯ સીએસ ૬ મિલિ અથવા પાયરીડાલીલ ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રિન ૧૫% ઇસી ૧૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો."
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
17
3
અન્ય લેખો