ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાએગ્રોવન
ભારતના પ્રથમ ‘કોમ્પ્રેસ્ડ બાયોગેસ’’ યોજનાની જાહેરાત
પુણે : આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા પાંચ હજાર ‘કોમ્પ્રેસ્ડ બાયોગેસ(સીબીજી)’’ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના બે લાખ કરોડના ખર્ચે સ્થાપવામાં આવશે. પુણેમાં પ્રથમ CBG ડેમો પ્રોજેક્ટ તાજેતરમાં જ શરૂ કરવામાં આવ્યો હતો. આ ડેમોમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક અને હાઇડ્રોકાર્બન સેન્ટરના સલાહકાર ડૉ. અનિલ કાકોદકર હાજર હતા. ડો. કાકોદકરના જણાવ્યા મુજબ દેશના જૈવિક-ઊર્જા ઉત્પાદનને દ્વિતીય પેઢીની પ્રૌધ્યોગિક પધ્ધતિ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પ્રજા કંપનીએ આમાં મૂલ્યવાન યોગદાન આપ્યું છે. પ્રજાપાત્ર પ્રોજેક્ટમાં ઉચ્ચ ગુણવત્તાની કુશળ ઇજનેરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૈવિકવિજ્ઞાન અને કોમ્પ્રેસ્ડ બાયોગેસને સાંકળીને નવું ઇંધણ તૈયાર કરવામાં આવી રહયું છે, જે કાર્બનિક કચરાનો નિકાલ કરવામાં સક્ષમ છે. તેનાથી હાઇડ્રોકાર્બનની આયાતમાં ઘટાડો થશે.
આ પ્રોજેક્ટ પુણે નજીક સ્થિત શ્રીનાથ મ્હસોબા ખાંડની મિલમાં ચાલુ કરવામાં આવી રહ્યો છે. સરકારે સીએનજીને વૈકલ્પિક ઇંધણ તરીકે વાપરવા માટે સંયુક્ત બાયોગેસ યોજના શરૂ કરી છે અને સાથે-સાથે કંપનીના આ પ્રોજેક્ટમાં ખેતરના જંતુનાશકો અને પેપર મિલના કચરામાંથી સીબીજી બનાવવાની તૈયારી માટે પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. સંદર્ભ - એગ્રોવન, 11 જાન્યુઆરી 2019
72
0
સંબંધિત લેખ