AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બકરાંની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા
પશુપાલનએગ્રોવન
બકરાંની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા
બકરાંની ખરીદી પશુ-ચિકિત્સકની સલાહ અનુસાર કરવી જોઇએ. જેને પહેલેથી જ સંતતિ હોય તેવી બકરીની ખરીદી કરવી ઉચિત છે. • જ્યારે બકરાંની જાતની પસંદગી કરતા હોવ ત્યારે, જોડિયા બચ્ચા આપતી જાતની બકરી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. દૂધાળી બકરીની પસંદગી કરતી વખતે ઉંમર, બચ્ચા પેદા કરવાની સંખ્યા, દૂધની ગુણવત્તા વિગેરે જેવા પરિબળો ધ્યાનમાં રાખવા જોઇએ. દૂધ આપતી બકરી સ્થૂળ કે નીરસ ન હોવી જોઇએ. તે ચળપ(સ્ફૂર્તિપૂર્ણ) હોવી જોઇએ. • બકરાંનો ઉછેર કરવાની સફળતા પ્રજનન કરવા માટે લેવાતી બકરી અને તેની પ્રજનનક્ષમતા પર આધારિત છે, આથી જ બકરા ઉછેર માટે યોગ્ય જાતની બકરીની પસંદગી કરવાની ભલામણ કરવામાં આવે છે. • પસંદગી કરેલ બકરી કદાવર શરીરવાળી હોવી જોઇએ. તેની ડોક પાતળી હોવી જોઇએ. પગથી માથા સુધીની લંબાઇ એક મહત્વની લાક્ષણિકતા છે. તેના વાળ મુલાયમ અને ચળકતા હોવા જોઇએ. તેનો બાંધો કદાવર હોવો જોઇએ. • શક્ય હોય ત્યાસુધી, એવી બકરી ખરીદો જે એક કે બે વર્ષની હોય (અને જેને બે કે ચાર દાંત હોય). તેના પગ સીધા હોવા જોઇએ અને ખરી(એડી) ઊંચી હોવી જોઇએ. ચરણ દરમિયાન વધુ અંતર કાપવા માટે મજબૂત પગ ઉપયોગી છે
બકરીની ખરીદી કરતી વખતે તેના આંચળની ચકાસણી કરવાની ભલામણ કરવામાં આવે છે. તેના આંચળમાં બળતરા થતી નથી તેની પણ ચકાસણી કરવી. દૂધ આપતી બકરીના આંચળ દૂધયુક્ત હોવા જોઇએ. દૂધની ગુણવત્તા, દૂધની માત્રા જેવા પરિબળોની અને આંચળમાં સોજો છે કે કેમ તેની ચકાસણી કરવી આવશ્યક છે. તંદુરસ્ત બકરી કે જે પ્રર્યાપ્ત માત્રામાં દૂધ આપતી હોય તેના બચ્ચાની ખરીદી કરવી જોઇએ. બચ્ચાં રોગમુક્ત અને પરોપજીવી કીટકોથી મુક્ત હોવા જોઇએ. સ્ત્રોત: એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
423
0
અન્ય લેખો