ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસની ખેતી માટે આગામી સીઝનની મહત્વપૂર્ણ તકનીકો
દેશના કપાસ ઉગાડતા વિસ્તારો આગામી કપાસની મોસમ માટે તૈયાર છે. કપાસની ખેતી માટે ખેડૂતોએ યોગ્ય વ્યવસ્થાપન અને અતિ-આધુનિક(અલ્ટ્રા-મોર્ડન) ટેકનોલોજી વિષે જાણવું આવશ્યક છે.
ખેતી માટે જમીન તૈયાર કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રાથમિક પગલાંઓમાંનું એક છે. આ માટે, વાવેતર કરતાં પહેલાં, જમીનને ખેડવી જોઇએ અને ખેડાણબાદ તેને પૂરતા પ્રમાણમાં સૂર્યના તાપમાં તપાવવી જોઇએ. જેથી નિશ્ચિત રૂપે કીટકો અને જમીન દ્વારા લાગુ પડતાં કપાસના રોગો દા.ત. ઇયળના ઇંડા ને નિયંત્રિત કરી શકાય. ખેડ દરમિયાન ઊંડું ખેડાણ કરવું જોઇએ અને જમીનને સૂર્યના તાપમાં ઓછામાં ઓછી 15 દિવસ તપાવવી જોઇએ. ત્યારબાદ, દંતાળી ફેરવવી જોઇએ. જમીન તૈયાર કરવા માટે રોટાવેટરનો ઉપયોગ કરવો જોઇએ અને ચાસની સાથે ઊંચા ક્યારા બનાવવા જોઇએ. છાણીયાં અથવા સેંદ્રિય ખાતરને માટીમાં મિશ્ર કરવું જોઇએ અને જો તમે આંતર પાક વાવવાની યોજના કરી રહ્યા હોવ તો, ઊંચા ક્યારા બનાવવા જોઇએ._x000D_ _x000D_ ખેતી માટેના સૂચનો:_x000D_ 1) ઓછા વરસાદવાળા વિસ્તારોમાં,ખેતી માટે ઊચા ક્યારા અને ચાસ પાડવાની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઇએ._x000D_ 2) ઓછા સમયગાળામાં પાકતી જાત માટે, ચાસ થી ચાસ વચ્ચેનું અંતર 3 ફૂટ અને બીજો વચ્ચેનું અંતર 0.5 ફૂટ થી 1 ફૂટ સુધીનું રાખવું જોઇએ. _x000D_ 3) મધ્યમ સમયગાળામાં પાકતી જાત માટે, ચાસ થી ચાસ વચ્ચેનું અંતર 4 ફૂટ અને બીજો વચ્ચેનું અંતર 1 થી 2 ફૂટ રાખવું જોઇએ. _x000D_ 4) મોડી પાકતી જાત માટે, ચાસ થી ચાસ વચ્ચેનું અંતર 5 ફૂટ અને બીજો વચ્ચેનું અંતર 2 ફૂટ રાખવું હિતાવહ છે._x000D_ 5) બીજને આશરે 5 સે.મી. જેટલી ઊંડાઇએ થાણીને રોપવા તથા 5 સે.મી. કરતા વધુ ઊંડાઇ ન રોપાય જાય તે માટેની ખાસ કાળજી રાખવી.વાવણીબાદ પહેલી સિંચાઇ પછી 5-6 દિવસમાં, બીજમાં અંકુરણ ફુટે છે._x000D_ _x000D_ પોષણનું વ્યવસ્થાપન - કપાસના પાનની લાલ પડવાની ખામીના વ્યવસ્થાપન માટે જમીન તૈયાર કરતી વખતે, છાણીયું ખાતર અથવા સેંદ્રિય ખાતર આપવું જોઇએ. ઉપરાંત, જો પાણીની વધુ પ્રાપ્યતા ઉપલબ્ધ હોય તો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમનો પ્રથમ ડોઝ 10:26:26 (1 થેલી)ના પ્રમાણે અને યુરિયા (25 કિ.ગ્રા.)નો એકસાથે અથવા 18:46 (1 થેલી) અને પોટાશ(1 થેલી)નો એકસાથે ઉપયોગ કરવો જોઇએ. _x000D_ _x000D_ નીંદણના નિયંત્રણ માટે- વાવણી બાદ નિંદણ નિયંત્રણ માટે પ્રથમ પિયતની સાથે, પેન્ડીમીથાલીન @ 700 મિલિને 150 થી 200 લિટર પાણીમાં મિશ્ર કરવું જોઇએ અને એક એકરના પ્લોટમાં તેનો છંટકાવ કરવો જોઇએ. આ છંટકાવના કારણે નિંદણ ઊગશે નહીં. પ્રથમ પિયત પહેલા વાવેતરના 24 કલાકમાં જ છંટકાવ કરવો અનિવાર્ય છે._x000D_ _x000D_ કપાસની ખેતી માટેની અતિ-આધુનિક તકનીક વિશે વધુ માહિતી મેળવવા, માત્ર 1800-120-3232 પર મિસ્ડકૉલ કરો અને એગ્રોસ્ટારના એગ્રી-ડૉક્ટરની સલાહ મેળવો._x000D_
81
0
સંબંધિત લેખ