ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીhttp://satavic.org
પાકમાં વિવિધ પદ્ધતિઓનું મહત્વ
પરંપરાગત ખેડૂતો હજુ પણ પાક ચક્ર, વધુ પાક, આંતર-પાક પદ્ધતિઓનું પાલન કરે છે. જેથી તેઓ પર્યાવરણ દ્વારા ઉપલબ્ધ જમીન, પાણી અને પ્રકાશનો યોગ્ય ઉપયોગ કરી શકે, તે જમીનના ધોવાણને પણ ઘટાડે છે. પાક ફેરબદલ: આ પાક ક્રમ છે જ્યાં બે અલગ અલગ પાકો એકબીજા પછી ખેતરમાં ઉગાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએતો જેમાં અનાજ અને દાળ, ઊંડા મૂળ અને ઓછા મૂળવાળા પાક. કેટલાક મહિના પહેલા જે પાકમાં ખાતર અને સિંચાઈનો ઉપયોગ કરીએ છીએ તે જ બીજા પાકમાં ઉપયોગ થાય છે.(જેમકે, ડાંગર + ઘઉં). મિશ્રપાક પદ્ધતિ: આ એક સાથે બે અથવા વધુ પાક એક સાથે કરવામાં આવતી ખેતી છે. ખેડૂતો ભારતીય કૃષિ પરંપરામાં એક સમયે એક જ સમયે 15 જેટલા પાકના વાવેતર માટે જાણીતા છે. ઉદાહરણ તરીકે, ટામેટા + ડુંગળી + ગલગોટા. આંતરપાક: મુખ્ય પાકોની વચ્ચેની જગ્યામાં અન્ય પાક કરવાની પદ્ધતિને આંતરપાક તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, નારિયેળ + કેળ + અનાનસ / આદુ / સુગંધી પાકો/ ઔષધીય વગેરે. ખેતરમાં જૈવવિવિધતા જાળવવા માટે આંતરપાકનો વધુ ઉપયોગ કરી શકાય છે. પોલીકલ્ચર :ઉપરોક્ત પોલીકલ્ચર અને જૈવવિવિધતાનાં સ્વરૂપ છે, આ કીટકની વસ્તીને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. પાન જડન અને અન્ય પાકના અવશેષો મિશ્રણમાં જમીન અથવા ખાતરના ઢગલાને વધુ મહત્વ આપે છે, તે પોષક મિશ્રણમાં એક ભાગ બને છે. કવર પાક(આચ્છાદાન): આ સામાન્ય રીતે નાઇટ્રોજન સ્થિત કરનાર પાક સાથે ઉગાવવામાં આવે છે. જે ઝડપથી વધે છે અને જે પાણી અથવા વધારાની ખાતર આવશ્યકતા હોતી નથી છે. કવર પાક મોટાભાગના માટીને આવરી લેવા,માટીમાં નાઇટ્રોજન ઉમેરવા, માટીનું ધોવાણ અટકાવવા મદદરૂપ થાય છે. તેમનો ઉપયોગ ચારા કે ખાતર તરીકે થાય છે. સંદર્ભ : http://satavic.org
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
410
0
સંબંધિત લેખ