AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
IFFCO ખાતર ની દરેક બેગ સાથે મેળવો આકસ્મિક વીમા કવરેજ !
કૃષિ વાર્તાAgrostar
IFFCO ખાતર ની દરેક બેગ સાથે મેળવો આકસ્મિક વીમા કવરેજ !
રવિ સિઝનના પાકની વાવણી શરૂ થઈ ગઈ છે. પાક ના સારા ઉત્પાદન માટે ખેડુતો ખાતરોનો ઉપયોગ કરે છે. ખાતરો જમીનને માત્ર પોષક તત્વો જ નહીં અને પાકની વૃદ્ધિમાં વધારો કરે છે, સાથે સાથે ખેડૂતોને સુરક્ષા પણ પૂરી પાડે છે. વિશ્વની સૌથી મોટી ખાતર સહકારી મંડળ, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ખાતરની બેગ પર વીમા કવચ પૂરું પાડે છે. ઇફ્કો ખાતરની દરેક થેલી પર, “Khaad to Khaad Beema bhi Saath” લખેલું છે. ઈફ્કો ખાતરની દરેક થેલી પર ખેડૂતોને આકસ્મિક વીમા કવચ આપી રહી છે. વીમા કવચ અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. 1 લાખ રૂપિયા આકસ્મિક વીમા કવરેજ મળે છે. “ખાતરની એક થેલી દીઠ ₹4000 ખેડુતોને ખાતરની મહત્તમ 25 થેલીઓ પર 1 લાખ. આ વીમા પ્રીમિયમ સંપૂર્ણ રીતે ઇફકો દ્વારા ચૂકવવામાં આવે છે. શું ખેડૂત મિત્રો તમે આ યોજના વિષે જનતા હતા કે નહીં નીચે કોમેન્ટ કરી જાણ કરશો અને વધુ માહિતી માટે ઇફ્કો સેન્ટરમાં સંપર્ક કરવો. સંદર્ભ : Agrostar, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
58
0