પશુપાલનએગ્રોવન
ઓળખો ઠંડા હવામાનને કારણે થતો પ્રાણીઓમાં તાણ.
આ દિવસોમાં, તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે અને ઠંડી વધી રહી છે. આની પ્રતિકૂળ અસર દૂધાળ પ્રાણીઓમાં જોવા મળે છે. દુધાળા પ્રાણીઓમાં ઠંડા હવામાનના તાણને ઓળખીને, અને યોગ્ય પગલા લેવાથી પ્રાણીઓના આરોગ્યને જાળવી શકાય અને ઉત્પાદનમાં વધારો થાય.
ઠંડીનો તણાવ એટલે શું?
• ગાયના શરીરનું તાપમાન 25 થી 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય અને ભેંસોના શરીરનું તાપમાનના 36 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય તો આવા તાપમાનમાં તેઓ સારી રીતે કામ કરી શકે છે. તેને થર્મોન્યુટ્રલ ઝોન તરીકે ઓળખવામાં આવે છે.
• જ્યારે વાતાવરણીય તાપમાન થર્મોન્યુટ્રલ ઝોનની નીચે થાય છે, ત્યારે તે પ્રાણીઓમાં તણાવ પેદા કરે છે. આ પ્રકારના તણાવને ઠંડીનો તણાવ કેહવાય છે.
આહાર ગ્રહણ પર થનારી અસરો:
જ્યારે તાપમાન 20 ડીગ્રી સેલ્સિયસથી નીચે આવે છે, ત્યારે તે પ્રાણીઓના શરીર પર પ્રતિકૂળ અસર કરે છે. આ કારણે, આહારમાં ઘટાડો થાય છે, જેના પરિણામ સ્વરૂપે શરીરના કાર્યો માટે ઊર્જાની જરૂરિયાત વધે છે.
• આવશ્યક ઊર્જાની ઉણપને લીધે, પ્રાણીઓ તેમના શરીરનું જરુરી તાપમાન જાળવી રાખવામાં અસમર્થ હોય છે, જેથી પાચનતંત્ર અને દૂધ ઉત્પાદન પર અસર થાય છે.
• શરીરનું તાપમાન 38 ડીગ્રી સેલ્શિયસ જેટલું જાળવી રાખવા અને ઊર્જાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, પ્રાણીઓ સુકા ઘાસચારાના સેવનમાં વધારો કરે છે, જે શરીરમાં ચયાપચયનો દર વધારે છે અને તેથી તે શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
લેવાની કાળજી:
• શિયાળામાં તાપમાન પર ધ્યાન રાખો, અને તે મુજબ પ્રાણીઓના આહારમાં ફેરફાર કરો.
• બહારથી આવતા ઠંડા પવનથી દુધાળા પ્રાણીઓના રક્ષણ માટે, પશુના રહેઠાણમાં જરૂરી ફેરફારો કરો.
• પશુના રહેઠાણમાં જમીન ગરમ રાખવા અને વિસતારને શુષ્ક રાખવા, સૂકી ઘાસ અથવા અનાજના થુલીને જમીન પર ફેલાવો. આ સ્તરને દર બેથી ત્રણ દિવસમાં બદલો.
• દુધાળા પ્રાણીઓના આહારમાં, બીજનો મિશ્રણ અને શુષ્ક ચારો ઉમેરો. ચણા, જુવાર અથવા ઘઉંના કાપેલા ચારાના પ્રમાણમાં વધારો કરવો.
• પ્રાણીને પાણી બધા સમય ઉપલબ્ધ હોય તેની કાળજી રાખવી. પાણીનું તાપમાન 37 થી 40 ડિગ્રી સેલ્શિયસ હોવું જોઈએ, જે પ્રાણીઓના શરીરનું તાપમાન નજીક છે.
સંદર્ભ- એગ્રોવન ૦૫ જાન્યુઆરી ૧૮