AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મગ, અડદ અને ચોળામાં આવતી જીવાતોને ઓળખો અને તેમનું નિયંત્રણ કરો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ મગ, અડદ અને ચોળામાં આવતી જીવાતોને ઓળખો અને તેમનું નિયંત્રણ કરો
તડતડીયાં: બચ્ચાં તેમજ પુખ્ત બંને આછા લીલા રંગના, જે ત્રાંસા ચાલે છે. છોડને સહેજ હલાવતાં પુખ્ત ઉડે છે. બચ્ચાંને પાંખો હોતી નથી. બચ્ચાં અને પુખ્ત માદા પાનની નીચેની સપાટીએ રહી રસ ચૂસી નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન કોડિયા જેવા થઇ જાય છે. સંકલિત વ્યવસ્થાપન: o વધુ ઉપદ્રવ જણાય તો ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મળે છે. o પાકની વાવણી પહેલાં કાર્બોફ્યુરાન ૩ જી ૩૦ કિ.ગ્રા. અથવા ફોરેટ ૧૦ જી ૧૦ કિ.ગ્રા./હે ચાસમાં આપવાથી પાકને શરૂઆતની અવસ્થામાં તડતડિયાંનાં નુકસાનથી બચાવી શકાય. જો ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા ફ્લોનિકામીડ ૫૦ ડબલ્ય.પી. ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. થ્રીપ્સ: બચ્ચાં અને કાળા રંગના પુખ્ત બંને પાન ઉપરાંત ફૂલ અને કળીઓમાં ઘસરકા પાડી તેમાંથી નીકળતું પ્રવાહી ચૂસે છે. જેથી ફૂલ અને કળીઓ ફલીનીકરણના અભાવે સૂકાઈને ખરી પડે છે અને ઉત્પાદન પર સીધી અસર પડે છે. સંકલિત વ્યવસ્થાપન: o ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. o એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયફેન્થુરોન ૫૦ ડબલ્યુપી અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૧૦ મિ.લિ. અથવા ઇથીયોન ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસ.પી. ૪ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ટપકાંવાળી ઈયળ: ચોળી, મગ અને અડદનાં પાકમાં ઈયળ અવસ્થા ફૂલ, કળી તથા શીંગોને ભેગી કરી જાળુ બનાવી દે છે. આ બનાવેલ જાળામાં અંદર રહી ઇયળ દાણા ખાય છે અને દાખલ થવાના છિદ્રને હંગારથી પૂરી દે છે. સંકલિત વ્યવસ્થાપન: o લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. o ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ટ્રાયઝોફોસ ૪૦% + સાયપરમેથીન ૪% (૪૪ ઇસી) ૧૦ મિ.લિ. અથવા ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. અથવા લ્યુફેન્યુરોન ૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ 3૬ એસેએલ ૧૦ મિ.લિ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. થડમાખી: આ જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને ઉનાળામાં વધુ જોવા મળે છે. ઈયળ અવસ્થા પાનના ઉપરના પડને કોરી નાજુક પ્રકાંડમાં કાંણું પાડે છે. નાના છોડમાં ઉપદ્રવ વધુ જોવા મળે છે. કુમળા છોડના ઉપરના બે પાનનું નીચે તરફ વળી જવું એ ગંભીર નુકસાનની પ્રતિતી કરાવે છે. કેટલીક વખત છોડ પોષક તત્વોની ઉણપથી રંગ બદલતા હોય તેવું પણ જણાય છે. સંકલિત વ્યવસ્થાપન o આ જીવાતના ઉપદ્રવવાળા ખેતરમાં ઉંડી ખેડ કરી જમીનને તપવા દેવી. o પાકની વાવણી પહેલાં કાર્બોફ્યુરાન ૩ જી ૩૦ કિ.ગ્રા./હે પ્રમાણે આપવાથી અસરકારક નિયંત્રણ થાય છે. o શેઢા પર થતાં ગોખરું પણ જીવાતની ખાદ્ય વનસ્પતિ છે માટે ગોખરુંનો નાશ કરવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
76
2